અમદાવાદ રહેતા ડ્રાઇવર દિવ્યકાંત વાઘેલા અને કંડક્ટર ઉમેશ પટેલ રાજસ્થાનથી વિદેશી દારૂ બસમાં ખેપ મારી છૂટક વેચાણ કરી રોકડી કરી કરી લેતા હતા,મોડાસા એસટી ડેપોમાં ડ્રાઇવર-કંડક્ટર વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાતા અન્ય કર્મીઓ સહિત મુસાફરો ચોંકી ઊઠ્યા હતા
ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના વેપલામાં બે થી ત્રણ ગણો નફો મળી રહેતા પોલીસકર્મીઓ અને એસટી બસના ડ્રાઇવર-કંડક્ટર વિદેશી દારૂની હેરાફેરી કરતા અનેક વખત ઝડપાઈ ખાખીને બદનામ કરી રહ્યા છે બસ ટીકીટ ચેકિંગમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થતાં એસટી વિભાગના કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા અમદાવાદ ડેપોની ઉદેપુર-અમદાવાદ બસ મોડાસા બસ સ્ટેન્ડ પહોચતાં ટીકીટ ચેકિંગની ટીમે મુસાફરોનું ટીકીટ ચેકિંગ હાથધરી બસના ડ્રાઇવર-કંડક્ટરની પૂછપરછ કરતા બંને ડરી જતા બસનું ચેકિંગ કરતા એન્જિનના આગળ ના ભાગે કપડાની થેલીમાં 24 હજારનો વિદેશી દારૂ મળતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અમદાવાદ સેન્ટ્રલ લાઇન ચેકિંગ સ્કોડમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ બાબુભા વાઘેલા અને તેમની ટીમ અમદાવાદ બસ ડેપોની એસટી બસમાં ટીકીટ ચેકિંગ કરતા મોડાસા બસ ડેપોમાં પહોંચ્યા હતા અમદાવાદ ડેપોની ઉદેપુર-અમદાવાદ બસ પરત મોડાસા બસ સ્ટેન્ડમાં આવતા બસમાં બેઠેલા મુસાફરોનું ટીકિંગ ચેકિંગ કરતા એસટી બસના ડ્રાઇવર દિવ્યકાંત મુકેશ વાઘેલા (રહે,સુરસંગમ નિવાસ હરિજન નિવાસ,સરસપુર-અમદાવાદ) અને કંડક્ટર ઉમેશ પરષોત્તમ પટેલ (રહે,જોગેશ્વરી પાર્ક,અમરાઈવાડી-અમદાવાદ) ડરી જતા ટીકીટ ચેકિંગ ટીમે મોડાસા બસ ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર લાલસિંહ રાઠોડની મદદથી બસનું ચેકિંગ હાથધરતા બસના એન્જિનના આગળના ભાગે તેમજ ડીઝલ ટોંકી પર કાપડની થેલીમાં સંતાડેલ વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ બસ સ્ટેન્ડમાં પહોંચી વિદેશી દારૂની બોટલ અને બિયર નંગ-46 કિં.રૂ.24185/- મળી આવતા તથા મોબાઈલ નંગ- 2 મળી કુલ રૂ.28185/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી