બાલેટા,ગાડીવાકડા,કોડિયાવાડા,દઢવાવ,લક્ષ્ણપુરા અને ચિતરિયા વિસ્તારોમાં તોફાની વરસાદે ઉભી બાજરી સહિતના પાકનો સોથ વાળ્યો
વિજયનગર તાલુકામાં સતત બીજા દિવસે પણ આગ ઓકતી ગરમી વચ્ચે આજે શનિવારે બપોરે એકાએક હવામાનમાં પલટો આવતા બાલેટા. ગાડીવાકડા. કોડિયાવાડા. દઢવાવ લક્ષ્ણપુરા ચિતરિયા સહિતના ગામોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો અને વૈશાખમાં અદલ અષાઢ જેવો માહોલ સર્જાયો હતો.ગતરોજની જેમ અને એ સમયે ખરા બપોરે વિજયનગર તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો.
બબ્બે દિવસના તોફાની વરસાદે તાલુકાના ખેડૂતોની ઉનાળુ ખેતી માથે સંકટ ઉભું થવાની દહેશતે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ગત રોજ બાદ આજે પણ ચોમાસું બેઠું હોય એમ એકાએક વાદળોની ગડગડાટી સાથેઅષાઢ માસની જેમ વરસતા આ વરસાદે બાજરી સહિતના પાકોને ભારે નુકસાન થયાનું અનુમાન થઈ રહ્યું છે.આંધી,તોફાન ને વાવાઝોડુ અને ગાજવીજ સાથેમાં વરસાદે બે દિવસથી ખેડૂતોમાં ચિંતા ઉપજાવી છે અલબત્ત, આકરા ઉનાળાની દેહને દઝાડતી ગરમી ટાણે બે દિવસથી ચોકક્સ સમયે બળબળતા બપોરે જ વરસાદ વરસતાઅસહ્ય ગરમીથી શેકાતા લોકોએ એકંદરે રાહત અનુભવી હતી
જોકે બે દિવસના ઉપરછાપરી કમોસમી વરસાદથી ખેતીને નુકસાન વધરે હોવાના અનુમાન સાથે ઉનાળુ મગ,તલ અને બાજરી સહિતના પાકોનું વાવેતર કરનારા ભૂમિપુત્રોમાં હતાશા વ્યાપી છે.