ગુજરાતમાં બાઇક અને મોબાઈલ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે અમદાવાદના મોબાઇલ ચોર યુવક ત્રણ મહિના અગાઉ મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડમાંથી દસ હજારના મોબાઈલની તફડંચી કરી ફરાર થઈ ગયો હતો મોબાઇલ ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધતા ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મોબાઇલ ચોરી કરનાર યુવકે મોબાઈલનું સીમ કાર્ડ તોડી નાખી ઘરમાં સંતાડીને મૂકી દીધો હતો યુવકે મોબાઈલમાં સીમકાર્ડ નાખી ચાલુ કરતા સતત ટેકનિકલ વોચ રાખી બેઠેલ એલસીબી પોલીસે ઓઢવમાં રહેતા યુવકને મોબાઈલ સાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પોલીસે જીલ્લામાં મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા ટેકનિકલ એનાલિસિસ હાથધરતા ત્રણ મહિના અગાઉ મોડાસા બસ સ્ટેન્ડમાંથી વીવો કંપનીનો મોબાઈલ ચોરી કરનાર પંકજસિંહ ધરમપાલસિંહ સિંગ (રહે,આશિર્વાદ સિટી,આદિનાથ નગર, ઓઢવ- અમદાવાદ)ને અમદાવાદ તેના વિસ્તારમાંથી દબોચી લઇ મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કરવા તજીવીજ હાથધરી હતી અરવલ્લી એલસીબી પોલીસે ત્રણ મહિના અગાઉ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી દસ હજારનો મોબાઈલ રિકવર કર્યો હતો