asd
27 C
Ahmedabad
Sunday, September 8, 2024

હાય ગરમી…..!! બપોરે તાપમાનનો પારો 45 ડિગ્રી પહોચી ગયો,સાંજે 7 વાગ્યા સુધી લૂ લાગતો પવન


 

Advertisement

અસહ્ય ગરમીથી લૂ લાગવાના અને ગભારણ થવાના કેસમાં વધારો બપોરના સુમારે રોડ- રસ્તાઓ સુમસામ,અરવલ્લીમાં સૂર્યદેવતા આગ વરસાવી રહ્યાં હોવાથી આ કપરી ગરમીમાં નોકરી ધંધે આવતા જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે શ્રમજીવીઓની હાલત કફોડી બની છે

Advertisement

અરવલ્લી જીલ્લામાં દેહ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પશુ-પંખીઓની સ્થિતિ કફોડી બની છે વાદળોની આવન-જાવન વચ્ચે અસહ્ય બફારો અને ઉકળાટથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં બપોરના સુમારે તાપમાનનો પારો 44 ડિગ્રી વટાવી દેતા લોકો આકરી ગરમીમાં રીતસરના શેકાયા હતા રોડ રસ્તા સૂમસામ બન્યા હતા બપોરે સ્વયંભૂ કર્ફ્યૂ જેવો માહોલ મોડાસા શહેરમાં પ્રવર્તી રહ્યો હતો

Advertisement

ઉત્તર ગુજરાતમાં ગરમી અગાઉના વર્ષોના તમામ રેકોર્ડ તોડી રહી હોય તેમ સૂર્યદેવનું રૌદ્ર સ્વરૂપ જોઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મોડાસા શહેરમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો ઘર અને ઓફિસમાં પૂરાઈ રહેવાનું મુનાસિબ સમજી રહ્યા છે બપોરના સમયે તો મોડાસા શહેરમાં 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોચ્યો હોવાથી રસ્તાઓ પર એકલ દોકલ વાહનો નજરે પડતા હતા. ટુવ્હીલર કે મોપેડ પર જનારાઓ આગ ઝરતી ગરમીથી બચવા માટેના વસ્ત્રો પહેરીને નિકળતા નજરે પડયા હતા.લોકો અસહ્ય ગરમીથી રાહત મેળવવા લીંબુ શરબત અને ઠંડા પીણા પીને ટાઢક મેળવી રહ્યા છે જીલ્લા આરોગ્ય વિભાગે હીટવેવથી બચવા માર્ગદર્શિકા બહાર પાડી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!