ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા જાણીતા બનેલા નીટ પરિક્ષા પાસ કરવાના કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા તપાસના તાર બિહાર સુધી લંબાવાયા છે. જેમા પોલીસ દ્વારા અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓની સઘન પુછપરછમાં વધુ એક આરોપીને પંચમહાલ પોલીસ દ્વારા બિહારના દરભંગાથી ઝ઼ડપી પાડવામા સફળતા મળી છે. પોલીસે વિભોર આનંદને ઝડપી પાડીને પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે નીટ પરિક્ષા કૌભાંડ પાસ કરાવાના મામલે પંચમહાલ પોલીસ દ્વારા ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરુ કરાયો છે. જેમા પંચમહાલ પોલીસ દ્વારા પરશુરામ રોય. તુષાર ભટ્ટ, આરીફ વોરાની ધરપકડ કરવામા આવી હતી. જેમા પોલીસ દ્વારા પુછપરછ કરતા પરીક્ષાના કૌભાડના તાર બિહાર સુધી જોડાયેલા હોવાની વિગતો બહાર આવી છે. જેમા પોલીસ દ્વારા પુછપરછ કરતા આ મુળ બિહારના એવા વડોદરામા રહેતા ઈસમ વિભોર આનંદને ઝડપી પાડવામા સફળતા મળી છે. પંચમહાલ પોલીસ દ્વારા આરોપીને બિહારના દરભંગામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં પ્રાથમિક જાણકારી મુજબ વિભોર આનંદ આ મામલે પરશુરામ રોયને વિદ્યાર્થીઓ લાવી આપવાનુ કામ કરતો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ મામલે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.