ગોધરા
પંચમહાલ જીલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ તાલુકાઓમા થતા ખાણખનીજના ગેરકાયદેસર ખનન તેમજ ખોદકામ મામલે કાર્યવાહી કરવામા આવી હતી. જેમા પોલીસ તંત્ર, રેવન્યુ વિભાગ, પોલીસતંત્ર, અને પ્રાન્ત વિભાગને સાથે રાખીને રેડ કરવામા આવી હતી જેમાં ગેરકાયદેસર ખનન, ખનીજચોરી રોકવામા સફળતા મળી હતી. વર્ષ 2023-24 દરમિયાન ખાણ ખનીજ વિભાગે રેડની કામગીરીના પગલે રોયલ્ટીની આવકમા અગાઉના વર્ષ કરતા 30 ટકાનો વધારો નોધાયો છે. આમ અસરકારક કામગીરીના પગલે સરકારી તિજોરી છલકાઈ છે.
પંચમહાલ જીલ્લામા આવેલા કુદરતી ખનીજ સંશાધનો પર ખનીજ માફીયાઓ ની નજર હોય છે. જીલ્લામા આવેલી નદીઓમાંથી રેતીનુ ખનન, શહેરા તાલુકામા સફેદ પથ્થરનુ ખનન,તેમજ ખુલી જગ્યાઓમાંથી ગેરકાયદેસર રીતે માટીનુ ખનન થતુ હોય છે,ત્યારે જીલ્લા ખાણખનીજ વિભાગ પણ આ ખનીજમાફીયાઓને જવાબ આપવા સજ્જ છે. પંચમહાલ જીલ્લા ભૂસ્તર શાસ્ત્રી નીરજ ગામીત રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિતેશ રામાણી અને માઈન્સ સુપરવાઇઝર પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અસરકારક કામગીરી બજાવી હતી. જેમા વર્ષ દરમિયાન 600 ઉપરાંત કેસો કરવામા આવ્યા હતા. જેમા સાડા પાંચ કરોડની આવક મેળવી છે. જેમાં રોયલ્ટીની આવકમાં ગત વર્ષની સરખામણીમાં જ રૂપિયા 43 કરોડ જેટલો તોતિંગ વધારો જોવા મળ્યો છે.600 જેટલા વાહનોને જપ્ત કર્યા હતા. તમામ કાર્યવાહીમાં બિનઅધિકૃત ખનન વહન સંગ્રહમાં ગત વર્ષ કરતા અંદાજિત 30 ટકા આવક વધુ નોધાવા પામી હતી.
પંચમહાલ જીલ્લા ખાણખનીજ અધિકારી નીરજભાઈ ગામીત જણાવે છે કે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં આવેલ તાલુકાઓમાં વર્ષ 2023 /24 દરમિયાન પંચમહાલ જિલ્લા તંત્ર પોલીસ તંત્રને સાથે રાખીને વિવિધ તાલુકાઓમાં બિન અધિકૃત રીતે ખનન નું વહન અટકાવવા માટે દિન પ્રતિદિન કાર્યવાહી કરાઈ છે. જેમાં વર્ષ દરમિયાન કુલ અંદાજિત 600 જેટલા કેસ કરીને સાડા પાંચ કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ છે. પંચમહાલ જિલ્લામાં રોયલ્ટી સાથે 43 કરોડ આવક થયેલ છે. બિનઅધિકૃત ખનન વહન સંગ્રહમાં ગત વર્ષ કરતાં અંદાજિત ૩૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. તથા રોયલ્ટી આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.