33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SMC ત્રાટકી બાયડ નજીક બ્રેઝા કારમાંથી 1.98 લાખના વિદેશી દારૂ...

અરવલ્લી : SMC ત્રાટકી બાયડ નજીક બ્રેઝા કારમાંથી 1.98 લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપ્યાં

0
114

રાજસ્થાન ખેરવાડાના માનસિંગ શંકરલાલ ડામોરે કારમાં વિદેશી દારૂ ભરી આપી વડોદરા બુટલેગરને પહોંચાડવાનો હતો,બ્રેઝા કારને ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો 

 અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને ઉંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે બાયડ શહેરની સાંઈવિલા સોસાયટી નજીકથી વિદેશી દારૂ ભરેલી બ્રેઝા કાર ઝડપી લેતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે સ્ટેટ મોનેટરીંગ સેલને અરવલ્લી જીલ્લાના આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઠાલવવા બુટલેગરો સક્રીય થયાની જાણ થતાં સતત બીજી રેડ કરી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે                    

 

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના અરવલ્લી જીલ્લામાં આંટાફેરા વધી જતા જીલ્લા પોલીસતંત્ર હડકંપ મચ્યો છે સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમને રાજસ્થાનના ખેરવાડાના નામચીન બુટલેગર માનસિંગ શંકરલાલ ડામોરે બ્રેઝા કારમાં દારૂ ભરી આપી અન્ય કારમાં પાયલોટીંગ સાથે  વડોદરા બુટલેગરના અડ્ડા પર દારૂ ઠાલવવાનો હોવાની બાતમી મળતાં બાયડ- કપડવંજ રોડ પર સાંઈવિલા સોસાયટી નજીક વોચ ગોઠવી બાતમી આધારિત બ્રેઝા કાર આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કરતા બૂટલેગરે કાર હંકારી મુકાતા આગળ બમ્પ નજીક વાહનોની આડાશ ઉભી કરી કારને અટકાવી હતી                                                                 સ્ટેટ મોનેટરિંગ સેલે રાજસ્થાનના ભોમટાવાડાના કાર ચાલક સુરેશ ધનરાજ ડામોર અને લક્ષમાંલાલ ગલાજી ડામોરને ઝડપી પાડી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1250/- કિં.રૂ.198500/-નો જથ્થો તેમજ કાર, મોબાઈલ, રોકડ રકમ મળી રૂ.7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારુ ભરી આપનાર ૧)માનસિંગ શંકરલાલ ડામોરે (રહે,ખેરવાડા-રાજ),૨)વિજય ઉર્ફે લાલો,૩)સૂરજી,૪)વડોદરાનો વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અને કાર માલિક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!