29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : શામળાજી પોલીસે ડાલામાંથી 168 બોટલ અને ટીંટોઈ પોલીસે ડસ્ટર કારમાંથી...

અરવલ્લી : શામળાજી પોલીસે ડાલામાંથી 168 બોટલ અને ટીંટોઈ પોલીસે ડસ્ટર કારમાંથી 598 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો

0
118

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી બુટલેગરો પર ધોંસ વધારી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક પીકઅપ ડાલામાં સીટ નીચે બનાવેલ ગુપ્તખાનામાંથી 34 હજારના વિદેશી દારૂ સાથે ચાલકને દબોચી લીધો હતો ટીંટોઈ પોલીસે સુનોખ નજીક હાઇવે પરથી પસાર થતી ડસ્ટર કારમાંથી 93 હજારનો વિદેશી દારૂ સાથે વડોદરાના બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા મીની પીકઅપ ડાલામાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતાં પોલીસ સતર્ક બની બાતમી આધારીત પીકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા ડ્રાઇવર સીટ નીચે ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-168 કિં.રૂ.34018/- તેમજ મોબાઈલ અને ડાલું મળી રૂ.2.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મહેશ ગણેશરામ મીણા (રહે,ખેરવાડા-રાજ)ને દબોચી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

ટીંટોઈ પોલીસે બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હાઇવે પર સુનોખ ગામ નજીક શામળાજી તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથધરતા બુટલેગર ડસ્ટર ગાડીમાં દારૂ ભરી અમદાવાદ નીકળ્યો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી બાતમી આધારિત ડસ્ટર કાર આવતા અટકાવી તલાસી લેતા ડસ્ટર કારમાં બનાવેલ ગુપ્તખાનાઓમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-598 કિં.રૂ.93300/-નો જથ્થો જપ્ત કરી ચાલક વિરેન જગદીશ ઠક્કર (રહે,હરિકૃપા સોસાયટી,ફતેપુરા-અમદાવાદ)ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ 3.97 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં દારૂ મંગાવનાર અમદાવાદ કુબેરનગરના બુટલેગર રાજા અને ડસ્ટરમાં દારૂ ભરાવી આપનાર બુટલેગઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!