સુપ્રીમ કોર્ટે કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાના મામલામાં સ્વંયસંજ્ઞાન લીધી છે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ધનંજય ચંદ્રચુડ, જસ્ટિસ જમશેદ પારડીવાલા અને મનોજ મિશ્રા મંગળવારે આ કેસની સુનાવણી કરશે. આ મહિનાની 9મી તારીખે કોલકાતાની રાધા ગોવિંદ કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડરની ઘટના બની હતી. આ ઘટનાના એક દિવસ બાદ કોલકાતા પોલીસે આ કેસમાં એક સ્વયંસેવકની ધરપકડ કરી હતી. આ ઘટનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દેશના તબીબો આ મામલામાં સામેલ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
13 ઓગસ્ટે કલકત્તા હાઈકોર્ટે કેન્દ્રીય તપાસ બ્યુરોને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.