33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મહિસાગર: ઉપરવાસમા ભારે વરસાદ થતા કડાણાડેમના 21 ગેટ ખોલાતા મહિસાગર નદી...

મહિસાગર: ઉપરવાસમા ભારે વરસાદ થતા કડાણાડેમના 21 ગેટ ખોલાતા મહિસાગર નદી બે કાંઠે,નીંચાણવાળા કાંઠા વિસ્તારો એલર્ટ

0
125

લુણાવાડા,
મધ્ય ગુજરાતમા ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. મહિસાગર જીલ્લામા આવેલા કડાણાડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતા કડાણાડેમમા ફરી પાણી છોડવામા આવ્યુ છે. તેના કારણે મહિસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જેના કારણે મહિસાગર નદીના કાંઠા વિસ્તારમા આવેલા ગામોને એલર્ટ કરી દેવામા આવ્યા છે.કડાણડેમમાંથી પાણી છોડવામા આવી રહ્યુ છે.

મહિસાગર જીલ્લાના કડાણા તાલુકામા મહિસાગર નદી પણ આવેલા કડાણાડેમના 21 ગેટ ખોલવામા આવ્યા છે, જેના કારણ મહિસાગર નદી ફરી બે કાંઠે વહેતી જોવા મળતા પુર જેવી સ્થિતી સર્જાઈ છે. કડાણા ડેમના ઉપરવાસમા આવેલા કેચમેન્ટ એરીયામા ભારે વરસાદ થતા પાણીની આવકમા સતત વધારો નોધાયો હતો. અનાસ નદીમાથી 1,56,682 લાખ ક્યુસેક, અને પાદેડી ગેંજિગ સાઈટ 33,497 હજાર ક્યુસેક પાણીની આવક નોધાઈ છે. મહી બજાજ સાગર ડેમમાથી 1,00,741 લાખ ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યુ છે. જેથી કડાણાડેમના ઉપરવાસમા પાણીની સતત આવક થઈ રહી છે. જેના કારણે કડાણાડેમમુ રુલ લેવલ જાળવી રાખવા માટે કડાણ઼ાડેમમાંથી મોડી રાતે પાણી છોડવામા આવ્યુ હતુ કડાણાડેમના ગેટ તેમજ કડાણા પાવર હાઉસ મારફતે મહિસાગર નદીમાં ઠલવાઈ રહ્યુ છે. તેના કારણે મહિસાગર નદીમા પાણીની ભારે આવેક જોવા મળી છે. કડાણાડેમનુ લેવલ હાલ 415.7 ફુટ પર પહોચ્યુ છે. કડાણાડેમમાંથી હાલ 1,95,000 હજાર ક્યુસેક પાણી મહિસાગર નદીમા ઠલવાઈ રહ્યુ છે. કડાણાડેમમા પાણીની આવક 1,71,00 ક્યુસેક પાણીની આવક નોધાઈ છે. મહિસાગર નદીમા પાણીના ભારે વહેણના કારણે નદી પાસે ન જવાની પણ તંત્ર દ્વારા સુચના આપવામા આવી છે.પાણી પાવર હાઉસ મારફતે મહી નદીમાં છોડાતા પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થતાં વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે. જ્યારે હાલ ડેમ 96.88% ભરાયો છે. મહિસાગર,ખેડા,આણંદ,વડોદરા, પંચમહાલ જીલ્લાતંત્રને પણ આ મામલે જાણ કરી દેવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!