asd
31 C
Ahmedabad
Sunday, November 3, 2024

દાહોદ: તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની હત્યા આચાર્ય ગોવિંદે નટે જ કરી નાખી હોવાનો પોલીસ તપાસમા ઘટસ્ફોટ, કારણ જાણી તમે પણ ચોકી જશો


વિજયસિંહ સોલંકી, દાહોદ

Advertisement

દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના પીપળીયા ગામની તોરણી પ્રાથમિક શાળામા ધોરણ એકમા અભ્યાસ કરતી વિદ્યાર્થીના મોતને મામલે ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થીની હત્યા કોઈ બીજો નહી પણ શાળાનો આચાર્ય ગોવિંદ નટે કરી નાખી હોવાનો પોલીસ તપાસમા સનસનાટી ભરી થયો હતો.રસ્તામા શાળાએ જતી વિદ્યાર્થીનીને પોતાની કારમા બેસાડીને દીધી હતી. અને રસ્તા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા બાળકીએ બુમાબુમ કરતા આચાર્યે હત્યા કરી નાખીને માસુમને ક્લાસ રુમની ખુલ્લી જગ્યા પાછળ મુકી દીધી હતી. આ મામલે દાહોદ જીલ્લા પોલીસે 10 ટીમો બનાવીને જુદા જુદા એંગલ અને ટેકનીકલ એનાલિલીસની મદદની આરોપી આચાર્યને ઝ઼ડપી પાડ્યો હતો.

Advertisement

પોલીસસુત્રો પાસેથી ઘટનાની વિગતો અનુસાર દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના પીપળીયા ગામની તોરણી પ્રાથમિક શાળામા અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળાએ જવા નીકળી હતી. સાંજે વિદ્યાર્થીની પરત નહી આવતા તેના પિતા અને પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામા આવી હતી. વિદ્યાર્થીની ઓરડાઓ એને કમ્પાઉન્ડ વચ્ચે બેભાન અવસ્થામા મળી આવતા પરિવારજનોમા ચિંતીત બન્યા હતા. તેને સિંગવડ સરકારી હોસ્પિટલ અને ત્યાથી લીમખેડા ખાતે લઈ જવાઈ હતી પણ ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામા આવી હતી. પોસ્ટમોર્ટમમા તેનુ મરણ શ્વાસ રુંધાઈ જવાથી થયુ હોવાની વિગતો બહાર આવી હતી. આ મામલે રણધીકપુર પોલીસ મથકે ગુનો પણ નોધાયો હતો.કેસની ગભીરતા જોતા જીલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલાએ ગુનાવાળી જગ્યા તેમજ સરકારી દવાખાનાની વિઝીટ કરી હતી. અને એલસીબી,એસઓજી,રણધીકપુર પોલીસ સ્ટેશન,સંજેલી પોલીસ સ્ટેશન,લીમખેડા પોલીસ સ્ટેશન કર્મચારીઓની 10 જુદી જુદી ટીમ બનાવી હતી. અને કેસની ઝીણવટ પુર્વક ફોરેન્સીક ફિંગર પ્રીન્ટ એક્ષપર્ટ, ડોગ સ્કોર્ડની ટીમ સહિત તપાસ હાથ ધરવામા આવી હતી.

Advertisement

પોલીસની તપાસમા વિગત બાહર આવી હતી કે વિદ્યાર્થીની મોતને ભેટનાર વિદ્યાર્થીની છેલ્લે આચાર્ય ગોવિંદભાઈ નટની ગાડીમાં તેની માતા દ્વારા મોકલવામા આવી હતી.આ બાજુ પોલીસે શાળાના ત્રીસ જેટલા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુછપરછ કરતા વિદ્યાર્થીની શાળામા આવી ન હોવાની વિગત સાંપડી હતી. વધુમા વિદ્યાર્થીની આચાર્યની કારમા સુતેલી હાલતમા હોવાનુ એક વિદ્યાર્થી તેમજ એક શિક્ષક દ્વારા જાણવા મળ્યુ હતુ. આથી પોલીસ દ્વારા આચાર્ય ગોવિંદભાઈ નટની પુછપરછ કરવામા આવતા એમ જણાવામા આવ્યુ હતુ કે વિદ્યાર્થીની મારી સાથે આવેલી પણ તે ક્યા ઉતરી ગયી હતી મને ખબર નથી. શાળા છુટી ગયા બાદ હુ મારા ઘરે જતો રહ્યો હતો.બાળકીના વર્ગ શિક્ષક દ્વારા મને તે ગુમ થઈ ગયાની જાણ થઈ હતી તેવી થીયરી પોલીસ સમક્ષ વર્ણવી હતી. જોકે પોલીસને આ થીયરી ગળે ઉતરે તેવી ન હતી. આથી પોલીસે તપાસ તેજ રાખી હતી. ટેકનીકલ એનાલિસીસ કરતા બાળકીને જે સ્થળેની બેસાડી હતી અને શાળામા આવવા માટે લાગતા રોંજીદા સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગતા તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યની કડકાઈથી પુછપરછ કરી અને ગુનો કબુલી લેતા જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીને છેડછાડ અને અડપલા કરતા બુમાબુમ કરવા લાગી હતી.આથી મોઢુ દબાવી દેતા બેભાન થઈ હતી. આથી ગાડીમાં પાછળ લોક કરીને મુકી મુકી રાખી હતી. શાળામાં પરત જતી વખતે ઓરડાના કમ્પાઉન્ડ વચ્ચે મુકી દીધી હતી. આમ દાહોદ પોલીસે ત્રણ દિવસમા બાળકીની હત્યાનો ભેદ ઉકેલી કાઢી આરોપી આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યો હતો.આ મામલે હત્યા,દુષ્કર્મનો પ્રયાસ સહિતની ગુનાની કલમો નોધી કાયદસેર ની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સમગ્ર પંથકમા આચાર્ય પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!