અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આગ લાગવાની ઘટના ઘટી છે. ભિલોડાના મઉ ગામે એક મકાનમાં આગ લાગતા, અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીના સંજય બારોટના મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ લાગવાની જાણ થતાં જ , મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. મોડાસા ફાયર ફાયટરની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ વાત એ હતી, કે, જે મકાનમાં આગ લાગી હતી, તેની આસપાસ દસ જેટલા મકાનો હતા,,,જોકે મોડાસા ફાયર વિભાગની ટીમે તાબડતોબ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો,, આગને કારણે મકાનનો સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો.