asd
15 C
Ahmedabad
Tuesday, December 10, 2024

પંચમહાલ : ચોર ટોળકી આવાનો ભાસ થતા ગોધરાની નમો રેસીડેન્સી સહિતની સોસાયટીઓના રહિશો દ્વારા પહેરેદારી


ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં તસ્કરોની ટોળકી આવતી હોવાની વ્યાપક લોકબુમોના કારણે જીઆઈડીસી વિસ્તારમા આવેલી નમો રેસીડેન્સી સહિતના સોસાયટીના રહીશો રાત્રી દરમિયાન લાકડીઓ લઈને પહેરેદારી કરી રહ્યા છે. જેથી સોસાયટી સુરક્ષીત બની રહે તે હેતુથી ચોકીદારી કરી રહ્યા છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા ચોરીના બનાવોથી નગરજનો ચિંતીત બન્યા છે. પાછલા દિવસોમાં બામરોલી રોડ વિસ્તારમા આવેલી સોસાયટીઓના બંધ મકાનોને નિશાન બનાવીને તસ્કર ટોળકી ચોરીના બનાવોને અંજામ આપ્યો છે. આ ઘટના સોસાયટીઓના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.ગોધરા શહેરની ઘણી સોસાયટીઓમા આજે પણ રહીશો રાત્રી ફેરો શરુ કરી ચોકીદારી શરુ કરી છે. જેથી ચોરીની ઘટનાઓ બનતી અટકે. ગોધરા શહેરના જીઆઈડીસી વિસ્તારમા આવેલી નમો રેસીડેન્સી સહિતની આસપાસની સોસાયટીઓના રહીશો દ્વારા ચોરોની બુમો થતી હોવાની વાતને લઈને રાત્રીફેરો ભરવાનો શરુ કર્યો છે. રહીશો દ્વારા નાની ટીમ બનાવીને સોસાયટીઓમાં ફરીને પહેરેદારી મોડી રાત સુધી કરવામા આવે છે.

Advertisement

સ્થાનિક લોકોનુ કહેવુ છે કે ચોરો તસ્કરોની ટોળકી હોવાનો ભાસ થતા અમે રાત્રીથી સવાર સુધી અમે પહેરો ભરીએ છે. અમને પ્રશાસનનો પણ સાથ સહકાર મળી રહે છે. નોધનીય છે કે આ લોકબુમોને કારણે પોલીસ પણ પેટ્રોલીંગ કરે છે. પણ સોસાયટી સહિતના વિસ્તારોમા વધુ કડક પેટ્રોલીંગ કરવામા આવે તેવી માંગ સ્થાનિક નાગરિકો દ્વારા કરવામા આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!