asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

પંચમહાલ: સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા મહાકાલી મંદિરમાં પ્રવેશ કરી સોનાના હાર અને મુંગટની ચોરી કરનારો ઈસમ સુરત જીલ્લામાંથી LCB ના હાથે ઝડપાયો


ગોધરા,
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલા તેમજ ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેના મહાકાલી માતાના જીણોધ્ધાર કરવામા આવેલા મંદિરના ગર્ભગૃહમા પ્રવેશીને સોનાના આભુષણોની ચોરીની ઘટના બનતા સમગ્ર મામલાની તપાસ પંચમહાલ જીલ્લા એલસીબીની ટીમને સોપાઈ હતી. અ સમગ્ર મામલે ઝીણવટભરી તેમજ ટેકનિકલ એનાલિલીસ કરી તપાસ કરતા ચોરી કરનારા સુરત જીલ્લાના આરોપીને પકડી પાડવામા સફળતા મળી છે. જેમા આરોપીએ વેન્ટીલેશન વાળીજગ્યામાંથી ગર્ભગૃહમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે જીલ્લા પોલીસવડાની કચેરી ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા સમગ્ર ઘટનાની માહીતી આપવામા આવી હતી.

Advertisement

પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે તાજેતરમા જીણોધ્ધાર કરવામા આવેલા મહાકાળી માતાના મંદિરમાંથી સોનાના હાર તેમજ મુંગટની ચોરી થયાની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી. સીસીટીવી કેમરા તેમજ અભેદ સુરક્ષા હોવા છતા ચોરી કરનારા ઈસમે સીફત પુર્વક ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરનારા ઈસમે ચહેરા પર માસ્ક પહેરીને ચોરી કરી હતી. સમગ્ર મામલાની ગંભીરતા જોતા પડકારરુપ મામલો હોઈ ગુનાની ગંભીરતા સમજીને તેનો ભેદ ઉકેલવા માટે પંચમહાલ પોલીસ દ્વારા જીલ્લા એલસીબી,એસઓજી, પેરોલ ફર્લો સ્કોર્ડ તેમજ અલગ અલગ પોલીસટીમો બનાવમા આવી હતી. જેમા પંચમહાલ એલસીબીની ટીમ દ્વારા મંદિર પરિસરના પાવાગઢ તરફ આવતા એન્ટ્રી અને એકઝીટના તમામ સીસીટીવી કેમેરાને ચેક કરવામા આવતા અને હ્મુમન સોર્સ અને ટેકનીકલ એનાલિલીસ કરવામા આવ્યુ હતુ. જેમા તપાસ કરતા એવી ચોકાવનારી વિગત આવી હતી કે એક બાઈકચાલક જે પાવાગઢ ખાતે આવેલો હતો જેની હિલચાલ શંકાસ્પદ હતી. તેનેજ ગુનાને અંજામ આપ્યો હોય તેવી માહિતી બહાર આવી હતી.એલસીબી દ્વારા આ વ્યકિતને સુરત જીલ્લામાંથી શોધી કાઢવામા સફળતા મળી હતી. સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના નસારપુર ગામના વાકી ફળિયામા રહેતા વિદુરભાઈ ચંદ્રસિંહભાઈ વસાવાને દબોચી લીધો હતો. તેને ગુનાની કબુલાત પણ કરી હતી.

Advertisement

આરોપીએ વેન્ટીલેશન વાળા હોલમાંથી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી મહાકાલી માતાજીના 6 નંગ હાર, તેમજ મુગટ નંગ- 2 ચોરી કરી હતી. બાઈક લઈને તે પાછો તેના ઘરે જતો રહ્યો હતો અને પોતાની ટ્રક હતી તેની ડ્રાઈવર સીટના પાછળના ભાગે લાકડાની પેટીમા મુકી દીધા હતા અને સુરતથી ઝંખવાવ ગામે નેત્રગથી માડવી જવાના રોડ પર વિશ્વાસ ગેરેજ પર મુકી દીધી હતી.અને દેખરેખ રાખતો હતો. આમ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલા મહાકાલી માતાના હાર તેમજ મુગટને ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!