અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં વર્ષ 2021 ની આસપાસના વર્ષે આત્મહત્યાની ઘટનાઓ સતત વધતા, જિલ્લા પોલિસ તંત્ર અને એન.જી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે આત્મહત્યા નિવારવા એક પહેલ શરૂ કરાઈ હતી, જોકે આ પહેલ અરવલ્લી જિલ્લા પોલિસ માટે જ કામ ન લાગી હોય તેવી ઘટના ઘટી છે. સામાન્ય નાગરિકો કોઈને કોઈ કારણોસર વર્ષ 2021 તેમજ આસપાસના વર્ષોમાં જીવન ટુંકાવતા હતા, જેને લઇને અરવલ્લી જિલ્લા પોલિસે ગંભીરતા દાખવી હતી અને અરવલ્લી જિલ્લા પોલિસ અને જીવન આસ્થા સંસ્થાન સામે એક સેમિનાર યોજી એક 1800 233 3330 નંબરની એક હેલ્પ લાઈન શરૂ કરી હતી, જેથી જો કોઈ વ્યક્તિ તણાવમાં હોય અથવા તો નાસીપાસ થયો હોય, તો હેલ્પ લાઈન પર સંપર્ક કરી શકે, જેથી પોલિસ અને એન.જી.ઓ. ના મારફતે, તેનું કાઉન્સિલિંગ કરી શકાય. પણ હવે આ હેલ્પ લાઈન છે કે, નહીં તે પણ સવાલ છે.
સમાચારોની કોપી કરવી નહીં…
Advertisement
10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આપઘાત નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેને લઇને 10 સપ્ટેમ્બર, 2021 ના રોજ અરવલ્લી ના મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે, અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા એક સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને, જીવન ટુંકાવવાનું વિચાર કરતા હોય, તેવા લોકોને કેવી રીતે હિંમત આપવી અને આવા લોકોને આત્મહત્યા કરતા, કેવી રીતે અટકાવવા, તે માટે પોલિસનો પ્રયાસ હતો, જોકે અરવલ્લી જિલ્લા પોલિસ માં ફરજ બજાવતા મહિલા પોલિસ કર્મચારીએ આત્મહત્યા કરી, લેતા ચકચાર મચી જવા પામી છે. અરવલ્લી જિલ્લા પોલિસમાં ફરજ બજાવતા મહિલા પોલિસ કર્મચારી હેડક્વાર્ટર પોલિસ આવાસ ખાતે તેમના નિવાસ્થાને આપઘાત કરી લેતા, પોલિસ બેડામાં ચકચાર મચી જવા પામી છે, જોકે મહિલાએ આપઘાત કેમ કર્યો, તે અંગે કારણ અકબંધ છે. ઘટનાને પગલે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મોડાસા ટાઉન પોલિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સામાન્ય વ્યક્તિઓના જીવન ટુંકાવાની ઘટનાઓ અટકાવવા અરવલ્લી જિલ્લા પોલિસે હેલ્પ લાઈને શરૂ કરી હતી, જોકે સામાન્ય નાગરિક તો ઠીક પોલિસ કર્મચારીઓને જ ‘હેલ્પ’ લાઈન ન મળી.