asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

પંચમહાલ: શહેરા તાલુકાના પાલીખંડા ગામે કરણીસેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ ડો.રાજ શેખાવતે સ્નેહમિલન કાર્યક્રમમાં આપી હાજરી


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે ક્ષત્રિય કરણીસેના દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ક્ષત્રિય કરણીસેના ના રાષ્ટ્રિય અધ્યક્ષ ડો, રાજ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા. પાલીંખડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવના દર્શન કરીને આર્શિવાદ મેળવ્યા હતા. ત્યારબાદ પાલીખંડા ગામમા રાખવામા આવેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને મળી નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સાથે સાથે તેમને ક્ષત્રિયાણીઓની અસ્મિતા અને પાઘડીના સંદર્ભ ક્ષત્રિય સમાજને એક મંચ પર એક થવા આવાહન કર્યુ હતુ.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીંખડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે કરણી સેના ના રાષ્ટ્રિય અધ્યક્ષ આવી પહોચતા કરણીસેનાના પંચમહાલ જીલ્લા પ્રમુખ જે.બી.સોલંકી દ્વારા ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ તેઓ પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચીને દર્શન કરીને આર્શિવાદ મેળવ્યા હતા. મંદિરના મહંતના પણ આર્શિવાદ મેળવ્યા હતા. ત્યારબાદ પાલિખંડા ગામમા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ત્યા પણ કરણીસેનાના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા રાજ શેખાવતનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. રાજ શેખાવત દ્વારા જણાવામા આવ્યુ હતુ કે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા અને પાઘડીઓના સ્વામીમાન સદંર્ભ અમે ક્ષત્રિય એક્તા સંમેલન આયોજન કરવામા જઈ રહ્યા છે.તેમને વધુમા જણાવ્યુ કે લોકસભા ચુટણી ચુટણીટાણે ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર પ્રહાર કરવામા આવ્યા. તેનો વિરોધ કરવામા આવ્યો ત્યારે અમારા સન્માન સમાન પાઘડી પર પ્રહાર કરવામા આવ્યા. ગુજરાત સરકારે કંપનીનુ લાયસન્સ રદ કરી દીધુ. ગુજરાત સરકાર ક્ષત્રિય એકતા ના થાય તેવુ દેખાઈ રહ્યુ છે. ગુજરાત સરકાર ભાગલા કરતી આવી છે તેવો આક્ષેપ કર્યો હતો. અમે તમામ ક્ષત્રિયોને એકમંચ પર લાવા જઈ રહ્યા છે. સાથે સાથે અમદાવાદ ખાતે યોજાનારા ક્ષત્રિય એક્તા મહાસંમેલનમાં યુવાનોને પણ મોટી સંખ્યામા ઉપસ્થિત રહેવા જણાવ્યુ હતુ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!