asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

ખ્યાતિ હોસ્પિટલ વિવાદને લઇને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ, AAP એ મુખ્યમંત્રીને કરી રજૂઆત


અમદાવાદની ખ્યાતિ હોસ્પિલની બેદરકારીની ઘટનાને લઇને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે તો બીજી બાજુ રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. આક્ષોપે પ્રતિઆક્ષેપો પણ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ હવે મેદાને આવી છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરાઈ રહી છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીની ઘટનાને લઇને અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

Advertisement

અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી કે, માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતી હોસ્પિટલના સંચાલકો સામે કાર્યવાહી કરવી. આવી ઘટનાને ભવિષ્યમાં ન ઘટે પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરો. આ સાથે જ ગુજરાતમાં સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલોનું આધુનીકરણ કરો.

Advertisement

અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ આવેદન પત્રમાં વધુ જણાવ્યું કે, PMJAY યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા Ma Card માંથી તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે, તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું PMJAY Card નું Payment રેગ્યુલર આવે છે, અને ઘણી બધી હોસ્પિટલનું Payment ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે, એની તપાસ થવી જોઈએ, સરકારી હોસ્પિટલોમાંથી ઈલાજ મફત કરવામાં આવે છે, તો Ma Card માં શા માટે ઓપરેશન કરવામાં આવે છે, ગુજરાતમાં PMJAY Card હેઠળ હોય ઓપરેશન કે ઈલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ.

Advertisement

ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઈલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો, પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા વાઇસ સંપૂર્ણ સુવિધા વાળી 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઈલાજ થવો જોઈએ, સરકારી PMJY યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ.

Advertisement

ખ્યાતિ હૉસ્પિટલ મોતકાંડ, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થતાં પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યા હતા. આરોપ એ પણ હતા કે, સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા હતા.

Advertisement

કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે. સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!