ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત શિશપાલજી ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે સરસ્વતી ક્રિસ્ટલ સાયન્સ ખાતે ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું આ યોગ શિબિર 15 દિવસ અભિયાન યોજવામાં આવશે. ગુજરાત રાજ્ય ડાયાબિટીસનું હબ બની ગયું છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અરવલ્લી જિલ્લાને યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત કરવામાં આવશે તેવું જયેન્દ્ર મકવાણા અખબારી યાદીમાં જણાવ્યું હતું
આ યોગ શિબિર નો શુભારંભ મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ ના હસ્તે કરવામાં આવ્યો તેમાં ઉપસ્થિત મહેમાનો નિલેશભાઈ જોશી જીવદયાપ્રેમી, ડો. હરિભાઈ પટેલ ઉપપ્રમુખ ઉમા કેળવણી મંડળ, ડો. ગોવિંદભાઈ પટેલ, પ્રોફેસર વી.સી શાહ સાહેબ, નવીનભાઈ પટેલ, રામાણી બ્લડ બેન્ક, વિનોદ ભાઈ ભાવસાર ધર્મેશ ભાઈ ત્રિવેદી, સંજય ભાઈ, અરવલ્લી જિલ્લા આરોગ્ય ટીમ, અરવલ્લી જિલ્લા કો. ઓર્ડીનેટર જયેન્દ્રભાઈ મકવાણા,યોગ કોચ રાજેશ ભાઈ પટેલ, સુનિલ ભાઈ વાળંદ,લેઉઆ શકુંતલા બહેન વગેરે મહાનુભાવો ઉપસ્થિતિમાં યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. આ યોગ શિબિર ના લાભાર્થી ને દરરોજ અલગ અલગ જ્યુસ ડાયટ આપવામાં આવશે.