asd
15 C
Ahmedabad
Tuesday, December 10, 2024

અમદાવાદ જિલ્લાના કણભા પોલિસ સ્ટેશનના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અરવલ્લી LCB


અંકિત ચૌહાણ/અરવલ્લી
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે અમદાવાદ જીલ્લાના કણભા પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુન્હાકામનો નાસતા ફરતા આરોપીને મોડાસા સહયોગ ચોકડી ખાતેથી ઝડપી પાડ્યો છે.

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઇને અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ જિલ્લાના કણભા પોલિસ સ્ટેશના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા, તે સમય દરમિયાન સહયોગ ચોકડી જતા બાતમી હકીકત મળેલ કે, કણભા પોલિસ સ્ટેશનમાં વર્ષ /2024 માં પ્રોહિબિશન કલમ 65એઇ, 81,98(2) મુજબના ગુન્હાના કામે આરોપી નરેશકુમાર રામાભાઈ ડામોર રહે. બાંઠીવાડા જેમાના મુવાડા તા.મેઘરજ જી.અરવલ્લી કે, જે નાસતો ફરતો હતો.

Advertisement

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, કણભા પોલિસ સ્ટેસનનો નાસતો ફરતો આરોપી મોડાસા સહયોગ ચોકડીથી માલપુર રોડ તરફ આવેલ દુકાનો ઉપર ઉભો છે. બાતમીના આધારે માલપુર રોડ ઉપર આવેલ દુકાન પાસે એલ.સી.બી.ની ટીમ પહોંચી હતી, જ્યાં ઊભા રહેલા ઈસમને કોર્ડન કરી પકડી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ નરેશકુમાર રામાભાઈ ડામોર ઉ.વ.૨૫ રહે. બાંઠીવાડા જેમાના મુવાડા તા.મેઘરજ જી.અરવલ્લી નાનો હોવાનું જણાવ્યું હતું. પોલિસે તપાસ કરતા આરોપીએ ગુન્હાની કબુલાત કરી હતી. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે B.N.S.S.એકટ કલમ.૩35(1)(જે) મુજબ અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!