અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં રોડની બિસ્માર હાલ કહો કે, રોડની ગોકળ ગતિ એ ચાલતી કામગીરી પણ એક જવાબદાર પ્રબળ કારણ માનવામાં આવી રહ્યું છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે અકસ્માતનો સિલસિલો જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના માર્ગો પર બે દિવસમાં બે અકસ્માત સર્જાતા, સાત લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં બે અકસ્માત સર્જાતા, 7 લોકોના મોત નિપજ્યા છે. મોડાસા-માલપુર હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે લોકોના મોત થયા છે. મોડાાસ-માલપુર હાઈવે પર માલપુરના ભેમપુર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં બાઈક સવાર બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક બાઈક સવાર ઈજાગ્રસ્ત થતાં એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. અકસ્માતમાં મોતને ભેટેલ બંન્ને લોકો શ્રમિક હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. અકસ્માતની ઘટનાને પગલે માલપુર પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, દેવ દિવાળીના દિવસે શામળાજીથી પરત પરી રહેલા કાર ચાલકને હિંમતનગર હાઈવે પર ગડાદર નજીક અકસ્માત નડ્યો હતો,,, કાર અંદાજે 25 થી ત્રીસ ફૂટ ઊંચા બ્રિજ ઉપરથી નીચે ખાબતા, અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોના મોત થયા છે.. બે દિવસમાં બે અકસ્માતની ઘટનામાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે..