અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ મોડાસા ગ્રામ્ય પોલિસની નાક નીચે દારૂની હેરાફેરીનો કર્યા પર્દાફાશ
મોડાસા ગ્રામ્ય પોલિસ ની ડી સ્ટાફની કામગીરી પર સવાલો
પહેલા તો ગ્રામ્ય પોલિસનો વિસ્તાર પણ મોટો હતો, ટિંટોઈ પોલિસ સ્ટેશન અલગ થયા પણ ઢીલી કામગીરીAdvertisement
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાંથી ફરીથી વિદેશી દારૂની હેરાફેરી શરૂ થઈ છે, જોકે એલ.સી.બી. ટીમ દ્વારા બુટલેગરોની લાઈન નિયતસ્થળ પર પહોંચે તે પહેલા જ કાપી નાખી, બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દેવાયું. મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશન વિસ્તાર અને ગ્રામ્ય પોલિસ સ્ટેશનની ડી સ્ટાફની નાક નીચે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી, હિંમતનગરના બે બુટલગેર સાથે એક રાજસ્થાનના બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડાસા રૂરલ પોલિસ સ્ટેશન વિસ્તારના વાંટડા ગામની સીમમાં ટોલટેક્ષ નજીકથી પસાર થઈ રહેલી ઈકો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમનો પકડી પાડી, જેલભેગા કર્યા છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના આવ્યા પછી, વિદેશી દારૂ બંધીની કડક અમલવારી જોવા મળી રહી હોય તેવું લાગે છે. જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.એચ.પી.ગરાસીયા તેમજ તેમની ટીમ દ્વારા મોડાસા ગ્રામ્ય પોલસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમિયાન બાતમીના આધારે વાહન ચેકિંહ કરતા હતા. આ સમય દરમિયાન ચોક્કસ બાતમી હતી કે,સફેદ કલરની ઈકો કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવે છે અને સાબરકાંઠા જિલ્લા તરફ લઈ જવાય છે. બાતમીના આધારે મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશન વિસ્તારના વાંટડા ટોલટેક્ષ ખાતે શામળાજી તરફથી આવતા વાહનો ચેક થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન એક સફેદ કલરની મારૂતી ઇકો ગાડીનં GJ-18-VM-0310 આવતા, તેમાં તપાસ કરી હતી. કારમાં તપાસ કરતા, વચ્ચેની શીટમાં બીજા માણસો બેઠેલા હતા, જેમના પગના નીચેના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાળ્યો હતો. પોલિસે ગાડીના ચાલકનું નામ પૂછતા જીતેન્દ્રભાઇ સંગ્રમાભાઈ મીણા જણાવ્યું હતું. કાર ચાલક તેમજ અન્ય માણસો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન તરફથી શામળાજીથી આવીને હિંમતનગર તરફ થઈ રહ્યા હતા, જોકે અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.
પોલિસે ઈકો કારમાં તપાસ કરતા, કારમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 142 બોટલ મળી રૂ.36,340/-નો પ્રોહી મુદામાલ તથા ઈકો ગાડી ની કિ.રૂ.3,00,000/-મળી કુલ કિ.રૂ.3,46,340/- ના મુદ્દામાલ કબેજ કરી, ત્રણ બુટલેગરને ઝડ઼પી પાડ્યા હતા.
વિદેશી દારૂની હેરાફેરી કરતા હિંમતનગર અને રાજસ્થાનના ઈસમો
1. જીતેન્દ્રભાઈ સંગ્રામભાઈ મીણા ઉ.વ.૨૮ હાલ રહે. ગાયત્રી મંદિર મહાવિરનગર રોડ હિંમતનગર તા.હિમતનગર જિ.સાબરકાંઠા મુળ રહે. ઢેલાણા તા.રૂષભદેવ જિ. ઉદેપુર (રાજસ્થાન )
2. લક્ષ્મણભાઈ ખાતુજી નિનામા ઉ.વ.૨૮ રહે. મોદર તા.ખેરવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)
3. પ્રદિપભાઇ હનુમાનભાઈ પ્રજાપતિ ઉ.વ.૩૦ રહે. મ.નં. ૧૨૫ ગાયત્રી મંદિર મહાવિરનગર હિંમતનગર તા.હિમતનગર જી.સાબરકાંઠા