asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

અરવલ્લી : મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢતી નેત્રમ, ક્યાંય બબાલ થાય ત્યારે પણ ત્રીજી આંખનો ઉપયોગ કરવો જરૂરી


અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઠેર ઠેર સેફ એન્ડ સિક્યોર ગુજરાત અંતર્ગત, મોડાસા ખાતે પોલિસની નેત્રમ શાખા કાર્યરત છે. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપનાર અસામાજિક તત્વોને પકડવામાં પોલિસને નેત્રમ શાખા મદદરૂપ થતી હોય છે. અરવલ્લી જિલ્લા નેત્રમ શાખાની ટીમે મોડાસા શહેરમાંથી ગુમ થયેલ એક મોટર સાયકલ શોધી કાઢવામાં સફળતા મળી છે.

Advertisement

મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્યામ સુંદર કોમ્પ્લેક્ષ નજીક પાર્ક કરેલ મોટર સાયકલ ગુમ થયાની ઘટના સામે આવે હતી. ફરિયાદી પટેલ હર્ષકુમાર નટવરલાલ રહે. એ-32, ઉત્સવવેલી, મેઘરજ રોડ, મોડાસા, જેઓ તા.18/11/2024 ના રોજ 11:15 વાગ્યાની આસપાસ રોજિંદા કામ અર્થે પોતાની મોટર સાયકલ GJ09CH0048 લઇને બજાર ગયા હતા. આ સમયે મોડાસા શ્યામસુંદર કોમ્પ્લેક્સ નજીક ફરિયાદીએ મોટર સાયકલ પાર્ક કરી, ખરીદી કરવા બજારમાં ગયા હતા. ખરીદી કરીને પરત આવી મોટર સાયકલ જોવા ન મળતા, નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો. અરવલ્લી જિલ્લા નેત્રમ શાખાની ટીમે પ્રાથમિક માહિતી મેળવી, સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ખ્યાલ આવ્યો કે, જે વ્યક્તિ બાઈક લઈને ગયો છે, તે વ્યક્તિનું તેનું બાઈક ત્યાં જ રહેવા દઈને, ફરિયાદીનું બાઈક ભૂલથી લઈ ગયો હોવાનું જણાઈ આવ્યું. અજાણ્યો ઈસમ અરજદારની મોટર સયકલ લઇ યારરસ્તા થી સાઇ મંદિર તરફ જતો હોવાનું જાણવા મળતા, અજાણ્યા ઈસમનો સંપર્ક કરી, બાઈક શોધી કાઢવામાં સફળતા મળી હતી.

Advertisement

અરવલ્લી જિલ્લા નેત્રમ શાખાની ટીમ એ મોટર સાયકલ ની કિંમત 50,000/- શોખી કાઢી, અરજદારને સોંપતા, આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ અરવલ્લી જિલ્લા નેત્રમ ટીમ એ, સતર્કતા દાખવવી જોઈએ, જ્યારે કોઈ બબાલ થાય છે, લોકોના ટોળા થાય છે, કેટલીય વાર, પોલિસના કેમેરા નજીક બબાલ થતી હોય છે, છતાં નજરઅંદાજ કરી દેવાય છે, જેને કારણે સામાન્ય બનેલી બબાલ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે, જે ન થવું જોઈએ. જે કર્મચારી ફરજ બજાવતા હોય, તેમણે સતત મોનિટરિંગ કરવું જોઈએ, જેથી કોઈપણ સમયે આવી ઘટના ઘટતા, તુરંત જ સંબંધિત પોલિસ સ્ટેશનનો સંપર્ક કરી, મામલો થાડે પાડી શકાય.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!