અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા સ્પેશલ ઓપરેશન ગૃપ એ ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. એસ.ઓ.જી. ટીમ એ ઈસરી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં પ્રોહિબિશન એક્ટ કલલ 65એઇ. 116 બી, 98(2). 81 મુજબના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલની સૂચનાથી અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. ટીમે નાસતા-ફરતા આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે, ત્યારે ઈસરી પોલિસ સ્ટેશનના એક ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમિયાન બાતમી મળી હતી કે, ઈસરી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં પ્રોહિબિશન એક્ટ કલલ 65એઇ. 116 બી, 98(2) નો આરોપી પરેશસિંહ ચંન્દ્રસિંહ રાઠોડ ઉ.વ.૩૨ રહે.૨૧૨, રાઠોડવાસ ગત્રાડગામ તા.દસક્રોઇ જી.અમદાવાદ, જે મોડાસા પેલેટ ચોકડી ખાતે ઉભો છે. એસ.ઓ.જી. ની ટીમે ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીને ઝડપી બી.એન.એસ.એસ કલમ.35(1)(જે) મુજબ અટકાયત કરી ઇસરી પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.
અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. ટીમે આરોપીઓ પકડવા સિવાય એક્સોપઝિવ, વેપન તેમજ અન્ય સંબંધિત કામગીરી ઉપર પણ એક નજર ફેરવવી જોઈએ, બાકી તો ફરાર આરોપીઓ અન્ય શાખાઓ પણ પકડતી હોય છે. મોડાસા શહેરના મોબાઈલ બજાર નો ધિધકતો ધંધો કેમ અને કેવી રીતે ચાલે છે, તેની પોલિસને પણ ખબર છે એટલું જ નહીં જગજાહેર છે, આ પહેલા પણ પોલિસે કેટલીયવાર મોબાઈલ સાથે તેમજ બિલ વગરના મોબાઈલનો જથ્થો પણ પકડી ચુકી છે. એટલું જ નહીં, ભિલોડા તાલુકામાં ડાકણ કહીને મહિલાને મોતને ઘાટ ઉતારી દેનાર, આરોપી વેપન ક્યાંથી લાવ્યો હતો, તે પણ હજુ સુધી એસ.ઓ.જી. શોધી શકી છે કે નહીં તે પણ એક સવાલ છે.