અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં સતત પ્રોહિબિશન પ્રવૃત્તિઓને અંજામ આપનાર આરોપીઓને પકડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ એ શામળાજી પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશન ગુન્હામાં વોન્ટેડ આરોપીને ભિલોડાના જાબ ચિતરીયા ગામેથી ઝડપી પાડ્યો હતો.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.પી.ગરાસીયા તેમજ તેમની ટીમ દ્વારા વોન્ટેડ અને લિસ્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા વિશેષ ઝૂંબેશ હાથ ધરી છે. વોન્ટેડ આરોપીઓને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. શામળાજી પોલિસ સ્ટેશનમાં 2023માં પ્રોહિબિશન કલમ 65એઇ, 81 મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હિતેષભાઈ વાલજીભાઇ તબિયાડ રહે.ગેડ જાબુડી તા.બીછીવાડા જિ.ડુંગરપુર (રાજસ્થાન),કે જે ગેડ જાબુડી ગામેથી શામળાજી તરફ આવવાનો છે. શામળાજી તરફ આવતો હોવાની બાતમીના આધારે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. બાતમી આધારે ગેડ જાબુડીથી શામળાજી તરફ આવતા રોડ ઉપર જાબ ચિતરીયા ગામે રોડ ઉપર આરોપીને ઝડપી પાડ્યો હતો.
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રન્ચની ટીમે આરોપીને B.N.S.S.એકટ કલમ-35(1)(જે) મુજબ અટક કરી શામળાજી પોલિસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ નાસતા – ફરતા કુલ 6 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.