asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

Women Champions Trophy: ફાઈનલમાં ભારતે ઈતિહાસ રચ્યો, ચીનને 1-0થી હરાવીને ટાઈટલ જીત્યું


ભારતીય મહિલા હોકી ટીમે બિહારના રાજગીરમાં ઈતિહાસ રચ્યો છે. એશિયન મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતે ચીનને 1-0થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ પહેલા ભારતે સેમીફાઈનલમાં જાપાનને હરાવ્યું હતું.

Advertisement

ભારતીય ટીમે ત્રીજી વખત ટાઈટલ જીત્યું
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ત્રીજી વખત ટાઈટલ જીત્યું. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને તમામ રાઉન્ડને પોતાના નિયંત્રણમાં રાખ્યા, જેનો ફાયદો ભારતીય ટીમને જોવા મળ્યો. ભારત માટે દીપિકાએ એક ગોલ કર્યો હતો, જ્યારે બીજી તરફ ચીન એક પણ ગોલ કરી શકી નહોતી.

Advertisement

ભારતે દક્ષિણ કોરિયાની બરાબરી કરી હતી
ભારતે આ ખિતાબ જીતીને ઘણા રેકોર્ડ બનાવ્યા. સલીમ ટેટેની આગેવાની હેઠળની ભારતીય મહિલા હોકી ટીમ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ભારતીય ટીમનું વિજયી અભિયાન ફાઈનલ સુધી જારી રહ્યું હતું. ભારતે અગાઉ 2016 અને 2023માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સાથે ભારતીય ટીમે દક્ષિણ કોરિયાની બરાબરી કરી લીધી છે. દક્ષિણ કોરિયાએ પણ ત્રણ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!