ગુજરાતમાં સરકારી દવાખાનાઓમાં વર્ષ 2022માં સર્જન, ચિકિત્સકો અને બાળરોગ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા GPSC હેઠળ 2800થી વધુ આરોગ્ય વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે.
GPSC દ્વારા રાજ્ય આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. 21 નવેમ્બર, બપોરના 1 વાગ્યાથી 10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
ગુજરાત અને તબીબી સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જનની 200, ફિઝિશિયનની 227, ગાયનેકોલોજિસ્ટની 273, ઓર્થોપેડિક સર્જનની 35, ડર્મેટોલોજિસ્ટની 09, રેડિયોલોજિસ્ટની 47, એનેસ્થેટિસ્ટની 106 મળીને કુલ 897 ક્લાસ 1ની જગ્યાઓ છે. જેમાં શૈક્ષણિક લાયકાત MBBS છે.
તબીબી અધિકારીની 1506, વીમા તબીબી અધિકારી (એલોપેથીક)ની 147, બાયોકેમેસ્ટ્રીના ટ્યુટરની 20, કોમ્યુનિટી મેડિસિન ટ્યુટરની 30, ફોરેન્સિક મેડિસિનના ટ્યુટરની 29, માઈક્રોબાયોલોજીના ટ્યુટરની 23, પેથોલોજીના ટ્યુટરની 33, ફિઝિયોલોજીના ટ્યુટરની 32, એનેટોમીના ટ્યુટરની 25 અને ફાર્માકોલોજીના ટ્યુટરની 23 જગ્યાઓ મળીને 1868 જગ્યાઓ પર ક્લાસ 2ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત MS/DNB, MD/MS/DNB/PGDIP, MD/DNB/PGDIP છે.