અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા ના વિવિધ પોલિસ સ્ટેનના વોન્ટડ આરોપીઓને પકડી પાડવાની વિશેષ ઝૂંબેશ પોલિસ દ્વારા શરૂ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની સૂચનાથી પોલિસની વિવિધ શાખાઓ કામગીરીમાં જોડાઈ છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સગીરાના અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને શીણાવાડ ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે.
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ. એચ.પી. ગરાસીયા ના માર્ગદર્શન હેઠળ, તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમિયાન નાસતા-ફરતા આરોપીઓને પકડવા જરૂરી સૂચનાઓ મળી હતી. સૂચના આધારે, લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને બાતમી મળી હતી કે, મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનમાં વર્ષ 2024માં બી.એન.એસ. કલમ 137 (2), 87 તેમજ પોક્સો એક્ટ કલમ 12 મુજબ નોંધાયેલા ગુનાનો આરોપી વિજયભાઈ કાંતીભાઈ ડામોર રહે.સિંદોરીયા તા. મેઘરજ જી.અરવલ્લી મેઘરજ રોડ ઉપર આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં છે. પોલિસે ચોક્કસ બાતમીના આધારે શાણાવાડ ગામનની સીમમાં જતાં, આરોપી પીક અપ સ્ટેન્ડ ઉપર ઊભો હતો. પોલિસે તેનું નામ પૂછતા પોતે, વિજય કાંતીભાઈ ડામોર જણાવ્યું હતું. પોલિસે આરોપીની અટક કરીને મોડાસ ગ્રામ્ય પોલિસને સોંપી, વધુ તપાસ હાથ ધરી છે.