અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી, દારૂ કર્ટિગ, મારા-મારી, હત્યા તેમજ જુગાર જેવી ઘટનાઓ સતત ઘટી રહી છે, આ વચ્ચે પોલિસ ની ટીમ દ્વારા આવી ઘટનાઓ પર નજર રાખી, ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓના ડામવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં જુગાર રમતી ટોળકી પર પોલિસ ત્રાટકી, 6 ઈસમને ઝડપી પાડ્યા હતા.
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સંજયકુમાર એસ.કેશવાલા ના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન, જુગારની તેમજ નશીલા માદક દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર અસરકારક રેઈડ કરવા સૂચના આપવામાં આવી હતી, જે સૂચનાની કડક અમલવારી કરવા માટે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ. એચ.પી. ગરાસીયા તેમજ તેમની ટીમ દ્વારા જુગાર રમતી ટોળકીને ઝડપી પાડી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે સમય દરમિયાન ડુગરવાડા બાયપાસ ચોકડી નજીક કેનાલ રોડે જતાં, ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સહારા સોસાયટીના પાછળ ભાગે રેલવે ટ્રેક નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો મોબાઇલની ટોર્ચના અજવાળે ગંજી પાનાથી, પૈસાનો હારજીતનો જુગાર રમે છે અને રમાડે છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સહારા સોસાયટીના પાછળના ભાગે દરોડા પાડીને ખુલ્લી જગ્યામાં મોબાઈલની બેટરીઓના અજવાળે કેટલાક ઇસમો કુંડાળુ વળીને જુગાર રમતા માલૂમ પડ્યું હતું. પોલિસે જુગરા રમત 6 જુગારીને ઝડપી પાડ્યા હતા, જોકે એક ઈસમ અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
પકડાયેલ મુદ્દામાલ :
ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતાં જુગારના સાધનો પત્તા પાના નંગ-52 તથા અંગ ઝડતીના રૂ.7800/- તથા દાવ ઉપરના રૂ.3580/- તથા મોબાઈલ ફોન નંગ-3 કિ.રૂ.10,500/- મળી કુલ રોકડ રૂ.21,880/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલ આરોપીઓ:
(1) અનિશર્મીયા ઉર્ફે ગનો આસીનર્મીયા ગોરી ઉ.વ.૨૫ રહે.સહારા સોસોયટી મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી
(2) સદ્દામભાઈ તાલીબભાઈ શેખ ઉ.વ.૩૨ રહે.રહેમાની સોસાયટી મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી
(3) અસ્લમભાઇ દાઉદભાઈ ભટ્ટી ઉ.વ.૩૩ રહે. સહારા સોસાયટી મોડાસા તા.મોડાસા જિ.અરવલ્લી
(4) જાબીરભાઇ મજીદભાઈ પટેલ ઉ.વ.૨૩ રહે. મિલ્લતનગર સોસાયટી સહારા સોસાયટીની બાજુમાં મોડાસા તા. મોડાસા જી.અરવલ્લી
(5) હારીશ ભાઈ ગનીભાઈ ઉપાધ ઉ.વ.૨૬ રહે.સહારા સોસાયટી મોડાસા તા.મોડાસા જિ.અરવલ્લી
(6) કાદરર્મીયા બાદરમીંયા જમાદાર ઉ.વ.૫૫ રહે.એકતા પાર્ક સોસાયટી મોડાસા તા.મોડાસા જિ.અરવલ્લી
વોન્ટેડ આરોપી : આમીર ઉર્ફે બંકુડો મહમંદસલીમ મનવા રહે.મખદુમ સોસાયટી મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી