ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ મળી આવતી હોય છે, ત્યારે વધુ એક નકલી અધિકારીને પોલિસે પકડી પાડ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે નકલી આઈ.એ.એસ. અધિકારીને ઝડપી પાડી, કાર્યવાહી કરી છે. નકલી આઈ.એ.એસ. અધિકારી રેવન્યુ ડીપાર્ટમેન્ટના ડાયરેકટર તરીકેની ખોટી ઓળખ આપી તેમજ સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરના બનાવટી લેટર બનાવી લોકો સાથે લાખોની ઠગાઈ કરતો હતો, ત્યારે આરોપીને અમદાવાદા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
રેવન્યુ ડીપાર્ટમેન્ટના ડાયરેકટર તરીકેની ખોટી ઓળખ આપી તેમજ સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરના બનાવટી લેટર બનાવી લોકો સાથે લાખોની ઠગાઈ કરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંન્ચ@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat#AhmedabadPolice pic.twitter.com/2YOi6rIWQF
Advertisement— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 24, 2024
Advertisement
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેહુલ પરિમલ શાહની નકલી આઇએએસ અધિકારીના ગુના હેઠળ ધરપકડ કરી છે. મેહુલ પરિમલ શાહ મૂળ મોરબીના વાંકાનેરનો રહેવાસી છે અને પોતાની ઓળખ આઇએએસ અધિકારી તરીકે આપતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પ્રતીક શાહ નામના ફરિયાદીએ ફરિયાદી નોંધાવી હતી કે આઈ.એ.એસ. મેહુલ શાહે એક કાર ભાડે માંગી હતી અને તેમાં પડદા અને સાયરન લગાડવાનું કહ્યું હતું અને સાથે જ બે ઈનોવા કાર ભાડે લીધી હતી. જેના દોઢ લાખ જેવું ભાડું આપવાનું બાકી છે. કારના વેપારીએ પૈસા માંગતા આરોપી નકલી IAS મેહુલ શાહે તેના બદલામાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ ડેવલોપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો લેટર આપીને કહ્યું હતું કે પૈસા બાદમાં આપીશું. પણ લાંબા સમય સુધી પૈસા ના આપતા ફરિયાદીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા આ આપેલા લેટર ની તપાસ કરતા લેટર નકલી હોવાનું માલૂમ પડ્યું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તપાસ હાથ કરતા નકલી IAS મેહુલ પરિમલ શાહની ધરપકડ કરાઈ છે.