હરિસિદ્ધિ ગૃપમાં એવું તે શું ચાલતું હતું કે, રાતોરાત દુકાનના પાટિયા ઉતારવા પડ્યા?
લોકોને શા માટે કહેવું પડી રહ્યું છે કે, હાલ CID તપાસ ચાલે છે એટલે બંધ છે?Advertisement
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં BZ ઉપર સીઆઈડીની તવાઈ પછી, તેના જેવી ચાલતી અન્ય દુકાનોના શટર બંધ થઈ ગયા અને કેટલીય દુકાનોના પાટિયા રાતોરાત ઉતારી દેવામાં આવ્યા છે, જેમાંથી એક હરિસિદ્ધ ગૃપ નો પણ સમાવેશ થતો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. હરિસિદ્ધ સાથે સંકળાયેલા એજન્ટ ની પણ પોલિસે પૂછપરછ કરી છે, જેને લઇને રાતોરાત હરિસિદ્ધ ગૃપના પાટિયા ઉતરી ગયા છે, જોકે સવાલ એ છે કે, ગૃપના CEO અને રાઈટ હેંડ ક્યાં સંતાઈ ગયા છે, તે પણ એક સવાલ છે.
થોડા સમય એટલે કે, મોડાસાની એક સોસાયટીમાં જાહોજલાલી સાથે બર્થડે પાર્ટી ઉજવવામાં આવી હતી, જેમાં લોકોના રોકાણ થયેલા લાખો રૂપિયાનો ધુમાડો કરી દેવાયો હોવાની ચર્ચાઓ ચાલી છે, તો દિવાળી વેકેશન દરમિયાન પેઢમાલા ગામે કાળી ગાડીમાં બેસીને એક વ્યક્તિ રોલો પાડતો હતો, જેને લઇને લોકોમાં ચર્ચાઓ ચાલી હતી કે, આ તો મોટી હસ્તિ છે.
હાલ તો હરિસિદ્ધ ગૃપના તમામ પાર્ટનર ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, મોડાસાના મેઘરજ રોડ પર આવેલી ઓફિસ પર તામજામ સાથે લગાવેલા બોર્ડ અને સ્ટીકર પણ કાઢી લેવાયા છે. રોકાણકારોને આશ્વાસન આપવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે કે, હાલ સીઆઈડીની તપાસ ચાલુ છે, એટલે અમારે દુકાનો બંધ કરવી પડશે.