અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી મખદૂમ એજ્યુકેશન સોસાયટીને નવા પ્રમુખ અને સેક્રેટરી મળી ગયા છે.. પ્રમુખ અને સેક્રેટરી પદ માટે રવિવારના રોજ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.. ચૂંટણીના પરિણામો જાહેર થતાં, પ્રમુખ તરીકે સઈદ ભુરા અને સેક્રેટરી તરીકે કાદરભાઈ ખાલકની જીત થઈ છે… આ પહેલા મખદૂમ હોલ ખાતે સવારે જનરલ સભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં અનેક મુદ્દાને લઇને ચર્ચાઓ થઈ હતી.. જનરસ સભા પૂર્ણ થયા પછી, બપોરના સમયે નામાંકન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, શરૂઆતમાં સેક્રેટરી અને પ્રમુખ પદ માટે નવ નવ ઉમેદવારો નામાંકન કરાવ્યું હતું,,,ત્યારબાદ ફોર્મ પરત ખેંચતા, પ્રમુખ માટે ત્રણ અને સેક્રેટરી માટે બે ઉમેદવારો મેદાને હતા… 6 વર્ષ પછી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા, મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો..
બપારોના 4 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જોકે આ વર્ષે નિરાશાજનક મતદાર રહ્યું હતું, જોકે 6 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિચામાં મતદાન કરવા માટે આવેલા, મતદારોમાં નવા પ્રમુક અને સેક્રેટરીને ચૂંટવા માટેનો ઉત્સાહ ચોક્કસથી હતો… રાત્રીના 8 વાગ્યાના અરસામાં ચૂંટણી પરિણામો જાહેર થતાં, સઈદ ભુરા, પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા હતા, જ્યારે કાદરભાઈ ખાલક સેક્રેટરી તરીકે વિજેતા થયા હતા….વિજેતા થયેલા બંન્ને હોદ્દેદારોને તેમના સમર્થકો અને સમાજના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી… વિજેતા થયેલા નવનિયક્ત પ્રમુખે મેરા ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જેટલી મોટી જીત થઈ છે, એટલી મોટી જવાબદારી છે,,, આ સાથે જ તેમણે જણાવ્યું કે, જે કાર્યો બાકી છે, તે કાર્યો આગામી દિવસોમાં પૂર્ણ કરશે…
મખદુમ હાઈસ્કૂલનું મકાન ઘણાં સમયથી જર્જરિત થયું છે, જે મુદ્દો આ વર્ષે ચર્ચામાં હતો, ત્યારે સમાજની લાગણી છે, કે આ વખતે ચૂંટાઈ આવેલા નવા પ્રમુખ અને સેક્રેટરી આ દિશામાં કામ કરશે…