અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા સતત ગુનાહિત પ્રવૃત્તિઓના ડામવા માટે કાર્યશીલ રહેતી હોય છે ત્યારે મોડાસા ટાઉન પોલિસની ટીમે માંસનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. મોડાસા ટાઉન પોલિસની ટીમે ડુઘરવાડા ચોકડી થી કસ્બા જતાં શંકાસ્પદ રિક્ષામાંથી માંસના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ તેમજ નાયબ પોલિસ અધિક્ષક સંજયકુમાર કેશવાલા ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં થતી ગેર કાયદેસર પ્રવ્રુતીઓ તેમજ ગેરકાયદેસર માંસની હેરાફેરી ઉપર સતત વોચ રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આવી પ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપર પોલિસ વોચમાં હતી, તે સમય દરમિયાન મોડાસા ટાઉન પોલિસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમિયા હેડ કોન્સ્ટેબલ કિશનકુમાર બાબુભાઈને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની રિક્ષા શંકાસ્પદ હાલતમાં, ડુઘરવાડા ચોકડી તરફ આવે છે. પોલિસે બાતમીના આધારે રિક્ષા જોતા જ, પોલિસે રિક્ષા ચાલક તરજ જવાનો પ્રયાસ કર્યો, તે સમયે પોલીસની ગાડી જોઇને રિક્ષા ચાલક ભાગવા લાગ્યો હતો. પોલિસને રિક્ષા શંકાસ્પદ લાગતા, તેનો પીછો કરતા, ચાલક કસ્બા વિસ્તાર તરફ જવા લાગ્યો હતો.રિક્ષા ચાલક પોતાના કબ્જાની બજાજ મેકસીકા કંપનીની રિક્ષા નં.GJ.18 AY 7071 ની મૂકી નાસવા જતા કોર્ડન કરી પોલિસે પકડી પાડ્યો હતો. પોલિસે રિક્ષામા ચેકિંગ કરતા તેમાંથી પશુનુ માંસ મળી આવ્યું હતું. પોલિસે માંસના જથ્થા બબાતે પૂછપરછ કરતા, માંસનો જથ્થો પોતાના સસરા સિદ્દીકભાઈ કાલુભાઇ બેલીમ રહે કસ્બા મોગલવાડા મોડાસા તા.મોડાસા જિ.અરવલ્લી પાસેથી લાવ્યો હોવાનું જાણાવા મળ્યું હતું.
મોડાસા ટાઉન પોલિસની ટીમે માંસ ના જથ્થાે ડી.એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. મોડાસા ટાઉન પોલિસની ટીમે રિક્ષા ચાલકેફૈઝાન રસુલભાઇ વેપારી ઉ.વ.૨૩, રહે. શાહેઆલમ સોસાયટી, મોડાસા, તા.મોડાસા જિ.અરવલ્લી મૂળ રહે.સમી તા.જિ.પાટણ ને ઝડપી પાડ્યો છે, જ્યારે એક સિદ્દીકભાઇ કાલુભાઇ બેલીમ રહે.કસ્બા મોગલવાડા મોડાસા તા.મોડાસા જિ.અરવલ્લી ને વોન્ટેડ જાહેર કર્યો છે.