અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહીસાગર જિલ્લાના બાકોર પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી મોડાસાથી મેઘરજ રોડ પર પેલેટ હોટલ નીચે આવેલી દુકાન ખાતે હોવાની બાતમી મળતા, લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
અરવવલ્લી જિલ્લા પોલિસ વડા શૈકાલી બારવાલ ની સૂચનાથી અરવલ્લી તેમજ અન્ય જિલ્લાના નાસતા-ફરતા તેમજ પોલિસ ચોપડે નોંધાયેલા ઓરોપીઓને પકડી પાડવા. પોલિસ વડાની સૂચનાથી અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત આવા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી. અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડાસા રૂરલ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમિયાન મેઘરજ રોડ જતાં ઘરફોડ ચોરીના આરોપી અંગે બાતમી મળી હતી.
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ મેઘરજ રોડ ઉપર પેલેટ ચોકડી તરફ જતાં બાતમી હકીકત મળેલ કે, મહિસાગર જિલ્લાના બાકોર પોલિસ સ્ટેશનના ગુ.૨.નં.230/24 ઇ.પી.કો.ક. 457,380,114 મુજબના ગુન્હાના કામે નાસતો-ફરતો આરોપી નારાયણ લાલ વેચાત ડીડોર રહે. માલાખેડા તા.ચીખલી જિ.ડુગરપુર (રાજસ્થાન) કે જે, પેલેટ હોટલની નીચે આવેલી એક દુકાને ઉભો છે. પોલિસે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પહોંચી, આરોપીને કોર્ડન કરી તેની પૂછપરછ કરતા, પોતાનું નામ નારાયણલાલ વેચાત ડીડોર ઉ.વ.૨૧ રહે.માલાખેડા તા.ચીખલી જિ.ડુગરપુર (રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું. પોલિસે ગુના સંબંધિત પ્રાથમીક પુછપરછ કરતાં ગુન્હો કર્યો હોવાની કબુલાત કરી હતી. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રન્ચે આરોપીની અટક કરી, મોડાસા ગ્રામ્ય પોલિસને સોંપ્યો હતો.