રાજ્યમાં અરજદારોને કોઈ હાલાકી ન પડે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, જોકે અધિકારીઓને અરજદારોના કામ કરવા માટે જાણે કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટ લાગે છે. અધિકારીઓ અને કર્મચારીઓ ક્યાંય ફરતા હોય અને અરજદાર જ્યારે ફોન કરે ત્યારે અધિકારી કે કર્મચારીનો માત્ર એક જ જવાબ હોય છે કે, હું સાઈટ પર છું અથવા તો ફિલ્ડમાં છું. હજુ સુધી અરજદારો સમજી શક્યા નથી કે, અધિકારી એવી કઈ સાઈડ પર હોય છે કે, કેટલીકવાર તો આખો દિવસ ઓફિસ પહોંચતા જ નથી.
આવા કેટલાક વિભાગો છે, જેમાં સિંચાઈ, ફોરેસ્ટ અને માર્ગ અને મકાન વિભાગ સહિતની અન્ય કેટલાક વિભાગનો ખાસ સમાવેશ થાય છે. અરવલ્લી જિલ્લામાં આજે એક એવો દાખલો સામે આવ્યો હતો, જેમાં સવારના 11.03 કલાકે એક અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરતા પૂછવામાં આવ્યું કે, આપ શ્રી ઓફિસમાં છો, ત્યારે જવાબ મળ્યો કે, હું સાઈડ પર છું. ફરીથી 11.49 કલાકે ફોન કરમાં આવ્યો તો, કહ્યું કે, બસ હું હવે સાઈડ પર જવા નિકળ્યો છું. એટલે ફલિત થાય છે કે, અધિકારીઓ અરજદારોને માત્ર ને માત્ર મુર્ખ બનાવે છે, તેઓ સાઈટ ના નામે ઘરે અથવા તો અંગત કામ અર્થે હોય છે, તે વાત ચોક્કસ છે.
મોટા ભાગે અરવલ્લી જિલ્લાના સિંચાઈ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગમાં આવી સ્થિતિ જોવા મળે છે. કેટલાક અધિકારીઓ તો, ઓફિસમાં આવતા જ નથી અને બારોબાર બાર વાગ્યે કે, બપોરના સમયે સીધા સાઈડ પર દોડતા જતાં રહેતા હોય છે, જાણે કે ત્યાં લાડવો દાટ્યો હોય. અધિકારીઓ કચેરીમાં ત્યાંરે જ આવતા હોય છે જ્યારે કે, જિલ્લા કલેક્ટર કચેરીએ મીટિંગ હોય. બાકી તો ભોળા અરજદારોને મુર્ખ બનાવવા અધિકારીઓ અને કર્મચારીઓ ટેવાઈ ગયા હોય તેવું લાગે છે.