મેઘરજ પંથકના એક એજન્ટે કામ શરૂ કરતા પહેલા પોતાના કુટુંબિજનોના પૈસા રોક્યા !
ગુજરાતમાં સીઆઈડીના દરોડા પડ્યાના 20 દિવસ પહેલા રાજસ્થાનમાં ખોલી હતી બીઝેડ ની ઓફિસ
હવે પાટિયા પડી જતાં, માથે હાથ દેવાનો વારો આવ્યો હોવાની ચર્ચા
એજન્ટ હવે ભૂગર્ભમાં ઉતરી ગયો કે શું તેવી ચર્ચાઓએ જોર પકડ્યું
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પોંઝી ની દુકાનો પરપોટાની જેમ ફૂટી નિકળી છે, ત્યારે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં પણ પોંઝી ખોલી, લોકોને રોકાણ માટે આકર્ષવામાં આવતા હતા. અરવલ્લી જિલ્લાની સરહદી વિસ્તારના આંતરરાજ્ય ના સરહદી શહેરોમાં પોંઝી દુકાનો ખોલી, રોકાણકારોને લલચાવવાની સ્કીમ બતાવવામાં આવતી હતી. જોકે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લા સીઆઈડીએ પોંઝીનો પરપોટો ફોડી નાખતા, એજન્ટ, મળતિયા તેમજ પોંઝી સાથે જોડાયેલા લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
અરવલ્લી જિલ્લામાં શિક્ષકોના ફોટો વાઈરલ થઈ રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક એવા એજન્ટ છે કે, વધુમાં વધુ લોકો બીઝેડ જેવી પોંઝી સ્કીમમાં નાણા રેકો, તે માટે પહેલી શરૂઆત, આ એજન્ટે તેના પરિવારથી કરીને લાખો રૂપિયા નું રોકાણ કરી દીધું હોવાની ચર્ચાઓ ચાલી છે. મેઘરજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારના આ પરિવારે લાખો રૂપિયાનું રોકાણ કરીને, રાજસ્થાનના એક નગરમાં વીસ દિવસ પહેલા એટલે કે, ગુજરાતમાં સીઆઈડીના દરોડા પડ્યા પહેલા, તામજામ સાથે ઓફિસનું ઉદ્ધાટન કર્યું હતું, જોકે દાવ ઉલટી પડી જતાં, હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી છે.
એજન્ટે એવુ વિચાર્ચું હશે કે, પહેલા તે અને તેના કુટુબીજનોના નાણાં રોકે,તો અન્ય લોકોને બતાવી શકાય અને તેનાથી બીજા લોકો નાણાં રોકી શકે, પણ કમનસીબે નજીકના રાજસ્થાનના એક શહેરમાં થોડા દિવસ પહેલા જ ઓફિસ શરૂ કરી, અને ગુજરાતમાં દરોડાની શુભ શરૂઆત થતાં જ, ત્યાના પણ પાટિયા પડી ગયા હતા, અને એજન્ટ પણ હવે ગાયબ થઈ ગયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.