અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી માંસ નો જથ્થો પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસ હાલ શિયાળામાં બિલકુલ ઠરી ગઈ હોય તેવું લાગે છે. થોડા દિવસ પહેલાં CID તેમજ અન્ય એજન્સી દ્વારા વિદેશી દારૂ અને ગાંજાનો જથ્થો પકડ્યો હતો. સ્થાનિક પોલિસ સ્ટેશન ની મિઠી નજર વચ્ચે બહારની એજન્સીની કાર્યવાહી થી સ્થાનિક પોલીસને કામગીરી ઉપર સવાલ ઉઠતા હતા. આ વચ્ચે મોડાસા શહેરના બે વિસ્તારમાંથી કારમાં લઈ જવામાં આવતો માસનો જથ્થો ગૌરક્ષકોએ પકડી પાડવામાં સફળતા મળી છે. ગૌરક્ષકો ની ટીમ દ્વારા બે ઈસમને ઝડપીને પોલીસને હવાલે કર્યા છે. સમગ્ર ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસની ટીમ દ્વારા બંને ઈસમોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે, બે ગાડીમાં માસનો કેટલોક જથ્થો ભરીને મોડાસા શહેરથી ગોધરા તરફ લઈ જવામાં આવનાર છે, જે ચોક્કસ બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમ સક્રિય બની હતી અને સવારના અરસામાં એક નીશાન સની અને ડસ્ટર ગાડીમાંથી ખીચોખીચ ભરેલો માસનો જથ્થો પકડી પાડ્યો હતો. જે ગાડીમાં માસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો તેમાંની એક ગાડી ઉપર Government of Gujarat જ્યારે અન્ય ગાડી ઉપર એડવોકટનું સ્ટીકર પણ લગાવવામાં આવેલું હતું. ગાડીમાં માસનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો, તેના લાગેલ Government of Gujarat ના સ્ટીકરથી કેટલાક સવાલો ઉદભવી રહ્યા છે. આ ગાડી કયા વિભાગમાં ચાલતી હતી અને કેવી રીતે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખવામાં આવ્યું હતું.