અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ચાલતી પોંઝી દુકાનો પર સીઆઈડીની તપાસ યથાવત જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચાલતી આર.કે.એન્ટપ્રાઈઝ ખાતે સીઆઈડીએ તપાસ હાથ ધરી હતી. મંગળવારે વહેલી સવારે સીઆઈડીની ટીમ મોડાસાના હજીરા વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં આર.કે.એન્ટરપ્રાઈઝની આસપાસના દુકાન માલિકોના નિવેદન નોંધ્યા હતા.
મોડાસા તેમજ આસપાસના વિસ્તારમાં આર.કે.એન્ટપ્રાઈઝનો સીઈઓ હરપાલસિંહ ઝાલા પોંઝી સ્કીમ ચલાવતા, સીઆઈડી ગાંધીનગર ખાતે ગુનો દાખલ થયો હતો, જેને લઇને પોલિસે તપાસ હાથ ધરી હતી.. થોડા દિવસ પહેલા મેઘરજ રોડ પર આવેલા હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસ ખાતે પણ સીઆઈડી એ રાત્રીના સમયે સર્ચ હાથ ધર્યું હતું,,, ત્યારબાદ હજીરા વિસ્તારમાં આવેલી આર.કે.એન્ટપ્રાઈઝની દુકાને પણ પહોંચી હતી. બંન્ને પોંઝી સીઈઓ લોકોને ઊંચા વ્યાજદર આપવાની લાલચ આપી, કરોડો રૂપિયાના રોકાણ કરાવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
બંન્ને સીઈઓ, ગુનો નોંધાયા પછી, હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે પોલિસના હાથે ક્યારે લાગે છે,તે સવાલ છે. એટલું જ નહીં રોકાણકારોના પૈસા પરત મળશે કે, રાતા પાણીએ રોવાનો વારો આવશે, તે એક સવાલ છે..