બુટલેગરો અને ખાખીમાં રહેલા કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ દારૂની લાઇન ચલાવવા અવનવા પેંતરા કરતા હોવાની ચર્ચા
રાજસ્થાનથી દારૂ ભરેલ ટ્રક દાહોદ જીલ્લામાંથી લુણાવાડાથી માલપુર મોડાસા થી ટીંટોઈ શામળાજી પોલીસ સ્ટેશન ભેદી વાંટડા ટોલપ્લાઝા સુધી કઈ રીતે પહોંચી…!!
સાયબર ક્રાઇમ ટીમની કામગીરી સામે અનેક તર્ક વિતર્ક દારૂ ભરેલ ટ્રકને વોંટડા ટોલપ્લાઝા નજીક લઇ જવા સૂચના આપનાર કોણ..!!
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સમગ્ર ઘટના અંગે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે
અરવલ્લી જીલ્લાના સિલ્કરૂટ ઉદેપુર-અમદાવાદ ને.હા. પરથી દારૂની લાઈન ચલાવવા બુટલેગરો અને વહીવટદારો મરણિયા બન્યા
દાહોદ તરફથી આવતી દારૂ ભરેલી ટ્રકને વહીવટદારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લઇ જવાનું જણાવતા ટ્રક ચાલાક શામળાજી રોડ તરફ હંકારતા વહીવટદારના ઇશારે ફરીથી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન તરફના હાઇવે રોડ પર દોડાવી હોવાની ચર્ચા
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કડક અમલવારી કરાવતા રાજસ્થાન રાજયને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ હાથધરી મોટા પ્રમાણમાં નાના-મોટા વાહનોમાં વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવતા વર્ષે દહાડે ગુજરાતમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો અને પોલીસ વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ સમસમી ઉઠ્યા છે દારૂની લાઇન ચલાવવા છેક ગાંધીનગર સુધી આંટાફેરા મારી રહ્યા હોવા છતાં જીલ્લા પોલીસ દારૂની લાઇન ચાલવા ન દેતા જીલ્લા પોલીસતંત્રને બદનામ કરવા નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના વાંટડા ટોલપ્લાઝા નજીક થોડા દિવસ અગાઉ સાયબર ક્રાઇમ ટીમે 21.45 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા આઈજીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સ્વામીને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ત્રણ ગણા રૂપિયા મળતાં હોવાથી રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અરવલ્લી -સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિવિધ વાહનો મારફતે દારૂની લાઇનો ચલાવી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જગજાહેર છે વિદેશી દારૂની લાઇન ચલાવવા માટે રાજસ્થાન થી જે તે વિસ્તારમાં દારૂ પહોંચાડવામાં આવતો હોય તે તમામ જીલ્લાઓની પોલીસ સાથે બુટલેગરો ખાનગી અને ખાખીમાં રહેલા ભ્રષ્ટ કર્મીઓની મદદથી સંકલન સાધી ચોક્કસ રકમનો હિસ્સો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચાડવામાં આવે છે જ્યારે કોઇ જીલ્લામાં કોઇ પ્રામાણિક અધિકારી આવે ત્યારે બુટલેગરો અને વહીવટદારોની લાઇનો બંધ થઈ જતા બેબાકળા બની લાઇન ચલાવવા પ્રામાણિક આધિકારીની છબી ખરડવા અવનવા હથકંડા અપનાવતા હોય છે ત્યારે અરવલ્લી જીલ્લામાંથી દારૂની લાઇન ચાલુ કરાવવા બુટલેગરો અને વહીવટદારો બેબાકળા બન્યા છે અરવલ્લી જીલ્લામાં અનેક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પોલીકર્મીઓ બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવવામાં અને દારૂની લાઇન ચલાવવામાં સસ્પેંડ અને ડિસમિસ થઈ ચૂક્યા હોવા છતાં લાલચુંઓ સુધારવાનું નામ નથી લઇ રહ્યા દારૂએ અત્યાર સુધી સુકા ભેગું લીલું બળે તેમ પ્રમાણિક પોલીસકર્મીઓ નો પણ ભોગ લઇ ચૂક્યું છે