અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાની રતનપુર આંતરરાજ્ય સીમા પર થી આવતા વિદેશી દારૂ પકડવાનો સિલસિલો ફરીથી શરૂ થઈ ગયો છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ બાયડ પોલિસ સ્ટેશનના પીઆઈ કે.ડી. ડિંડોરને શામળાજી બદલી કરતા, હવે વિદેશી દારૂના કેસ થતાં જોવા મળી રહ્યા છે. શામળાજી પોલિસે અમસોલ ચોક પોસ્ટ પરથી બેટરી અને ટાયર ભરેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલિસે 268 પેટી મળીને કુલ 26,04,198 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.
બાયડથી બદલી થઈને આવેલા નવા પીઆઈ આ કામગીરી નવ દિવસ નહીં પણ કાયમી ધોરણ કરે તે હિતાવહ
Advertisement
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની કડક સૂચનાથી પ્રોહિબિશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વચ્ચે શામળાજી પોલિસ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજસ્થાન તરફથી આવતી ટાટા કંપનીની શંકાસ્પદ ટ્રક આવતા, પોલિસે ગાડી નંબર HR-55AP-7386 માં તપાસ કરી હતી. ટ્રકમાં લાકડાના અલગ અલગ બોક્ષમાં ભરેલ બેટરીયો તેમજ ટાયર ની તપાસ કરતા, તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાં લઈ જવાતા, બેટરી અને ટાયરની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ પેટીઓ નંગ- 268 કુલ બોટલ/ક્વાટર નંગ-7422, મળીને કુલ 26,04,198/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલિસે ટાટા કંપનીની ટ્રક ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 1,58,77,198/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને સતપાલ પ્રભાતિસિંહ રામનારાયણ યાદવ, ઉ.વ.40 રહે. ડુમહેડા પો.સ્ટ લાડપુર, તા.કોટકાસીમ જિ.અલવર રાજસ્થાન ને ઝડપી પાડ્યો હતો. શામળાજી પોલિસ એ દિશામાં પણ કામ કરે કે, જે જગ્યાએ દારૂ પહોંચાડવાનો હતો. જેથી પોલિસ સપ્લાયર તેમજ દારૂ મંગાવનાર બુટલેગર સુધી પણ પહોંચી શકે.
આ પહેલા શામળાજી પીઆઈ તરીકે એસ.ડી. પટેલ હતા, જેઓની કામગીરી સંતોષકારક ન જણાતા, બાયડ ખાતે બદલી કરી દેવામાં આવી છે. હવે શામળાજી પોલિસ સ્ટેશનના નવા પીઆઈ આવતા જ ધબધબાટી બોલાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પણ આ કામગીરી નવ દિવસની ન રહે અને કાયમી ધોરણે ચાલે તે પણ જરૂરી છે. કારણ કે, કોઈપણ પોલિસ અધિકારી હાજર થાય કે, તરત જ દારૂની હેરાફેરી પર તવાઈ બોલાવી દેતા હોય છે,ત્યારપછી જાણે, શરીર નબળું પડી જતું હોય, તેમ આરામ જ કરતા હોવાની ચર્ચાઓ ચાલતી હોય છે. એટલી શામળાજી પીઆઈ સાહેબ, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે કડક અમલવારી થાય તે જરૂરી છે.