24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

પંચમહાલ: શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગ મંત્રાલય ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે વિનામુલ્યે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા શહેરાનગર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાયનુ વિતરણ કરવામા આવ્યું હતુ.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા ખાતે આવેલા ટાઉન હોલ ખાતે દિવ્યાંગજનો માટે વિનામુલ્યે સાધનસહાય કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ આ સાધનસહાય કેમ્પમાં ૨૫૯ લાભાર્થીઓને ૨૧ પ્રકારના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તેઓને કુલ ૩૫૩ સાધન આ૫વામાં આવ્યા છે.. આ સાઘનો પૈકી હલન-ચલનની દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૧૮ મોટરાઇઝડ સાયકલ, ૭૪ ટ્રાઇસીકલ, ૫૨ વ્હીલચેર, ૨૭ કેલી૫ર્સ, અને પ્રોસ્ટેસીસ આ૫વામાં આવેલ છે. આંખોની ખામીવાળા દિવ્યાંગોને ૩૫ વોકીંગ સ્ટીક, ૧૧ બ્રેઇલકેન, ૦૪ બ્રેઇલકીટ, ૩૦ સુંગમ્ય કેન, ૦૨ સ્માર્ટફોન વિથ સ્ક્રીનરીડીંગ આ૫વામાં આવેલ છે. બધીરતા ધરાવતા દિવ્યાંગોને ૪૨ હિયરીંગ એઇડ આ૫વામાં આવી હતી. માનસિક રીતે દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૦૭ સી.પી ચેર આ૫વામાં આવી છે. અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા, અલગ અલગ સાધન સહાયવાળા શહેરા તાલુકાના ૧૦ લાભાર્થીઓને ૫સંદ કરવામાં આવ્યા હતા. જેઓને સ્ટેજ ઉ૫રથી ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાધનોની કુલ કિંમત રૂા ૨૬,૧૧,૫૭૫ લાખ જેટલી છે. આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ દિવ્યાંગ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.દિવ્યાંગજનોને સાધન સહાય મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!