ભિલોડા તાલુકાના બુઢેલી ગામની શ્રી બુઢેલી આદર્શ પ્રાથમિક શાળામાં દાતા માતૃશ્રી કોકીલાબેન રમણભાઈ પુંજાભાઈ પટેલ પરીવાર તરફથી બુઢેલી આદર્શ પ્રાથમિક શાળાને શ્રી સરસ્વતી માતાના મંદિરની સપ્રેમ ભેટ, ઉદ્દઘાટન અને પંચ કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કર્યું હતું.દાતા પરીવારના સ્નેહી, સ્વજનો, બુઢેલી ગામના શિક્ષણ પ્રેમી ગ્રામજનો, શ્રી બુઢેલી આદર્શ પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષકો, વિદ્યાર્થીઓએ ભોજન પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.શ્રી બુઢેલી આદર્શ પ્રાથમિક શાળા પરિવારે સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન, સંચાલન શ્રી બુઢેલી આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય ધર્માશુભાઈ સગર સહિત સ્ટાફ પરીવારે કર્યું હતું.