અંકિત ચૌહાણ/જય અમીન
શિયાળાની શરૂ થતાં, ચોરી સહિતની વિવિધ ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, આ વચ્ચે ચોરી કરનાર તસ્કરો પોલિસના હાથે લાગી જતાં, ચોરીનો ભેદ ઉકલવાયો છે. મોડાસા તાલુકાના ટિંટોઈ પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં થોડા દિવસ પહેલા અસાલ જીઆઈડીસી માં ચોરીની ઘટના ઘટી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈએ ટિંટોઈ પોલિસે તપાસ હાથ ધરતા, બે ઈસમને પોલિસે ઝડપી પાડ્યા હતા.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ, અરવલ્લી જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવા જરૂરી સૂચનો મળ્યા હતા. જે અનુસંધાને ટિંટોઈ પોલિસની ટીમ અસાલ જીઆઈડીસી વિસ્તારમાં ચોરીની ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી. ટિંટોઈ પીઆઈ એસ.એસ.માલ એ ચોરીનો ગુનો ડિટેક્ટ વિશેષ ટીમ બનાવી હતી ત્યારે આ સમય દરમિયાન ટિંટોઈ પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલિસ કોન્સ્ટેબલ મયુરભાઇ દિનુભાઈ અને કીરીટભાઈ દોલજીભાઈ ને બાતમી મળી હતી કે, અસાલ જીઆઈડીસીમાં જે શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, તે ઈસમો સિદ્ધિ એજ્યુકેશન કેમ્પસમાં આવેલા છાપરામાં રહે છે. ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમો, સીસીટીવીમાં કેદ થયા હતા, જેને લઇને પોલિસ છાપરામાં પહોંચતા, જ ઓળખી લેવામાં આવ્યા હતા. પોલિસે બંન્ને ઈસમ (1) મુકેશભાઇ સ/ઓ મેનુભાઇ નાથીયાભાઇ માવી ઉ.વ.35 રહે આંબલી,ખજુરીયા, વેડ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ હાલ રહે.સિધ્ધી એજ્યુકેશન કેમ્પસ ગડાદર તા. ભિલોડા જી.અરવલ્લી અને (2) વિજય ઉર્ફે સંજય સ/ઓ તેરસિંગ દિતા માવી ઉ.વ.૧૯ રહે. વડવા મૌરીલા ફળીય તા.ગરબાડા જી.દાહોદ હાલ રહે.સિધ્ધી એજ્યુકેશન કેમ્પસ ગડાદર તા.ભિલોડા જી.અરવલ્લી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ સમગ્ર ઘટનામાં સામેલ કન્યો તેરસિંગ પલાસ રહે.વડવા તા. ગરબાડા જી.દાહોદ વોન્ટેડ છે, જેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. પોલિસે ઝડપેલા બંન્ને ઈસમો પાસેથી રોકડ રકમ રૂ.5600/- તથા એક મોબાઇલ કબજે કર્યો હતો. ટિંટોઈ પોલિસની ટીમે ગણતરીના દિવસોમાં ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો હતો.