20 C
Ahmedabad
Friday, January 17, 2025

અરવલ્લી : મેઘરજ તાલુકામાં એટીવીટી યોજનામાં ભાજપ કાર્યકરોએ કામ વહેચી લીધા બીજી પંચાયતો વિકાસના કામથી વંચીત


તાલુકા ભાજપ સંગઠના ત્રણ નેતાઓ એ પંદર પંદર લાખના કામો વહેચી લીધા કેટલીક પંચાયતો વિકાસના કામોથી વંચીત

Advertisement

મેઘરજ તાલુકામાં ભ્રષ્ટાચારે માજા મુકી હોય તેવુ દેખાઇ રહ્યુછે એટીવીટીના વિકાસના કામોની મંજુરી આવતાં તાલુકામાં
સનસનાટી મચી જવાપામીછે ભાજપ સંગઠનના ત્રણ જવાબદાર નેતાઓએ પોતાની લાગતી વળગતી તેમજ પોતાની પંચાયતમાં અસંખ્ય કામો મુકી મંજુર કરાવી લીધાછે જ્યારે કેટલીક ગ્રામપંચાયતોને વિકાસનુ એક પણ કામ ન ફળવાતાં તાલુકામાં હોબાળો મચ્યોછે જ્યારે એક પંચાયત વિસ્તારના લોકોએ ટીડીઓને આવેદન પાઠવ્યુ હતુ

Advertisement

મેઘરજ તાલુકામાં વર્ષ.૨૦૨૩/૨૪ ના એટીવીટી આયોજનમાં તાલુકાની તમામ ગ્રામપંચાયતો પાસેથી ખાસ જરૂરીયાત વાળા કામોની યાદી મંગાવવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયત કચેરી મેઘરજ ના બાંધકામ વિભાગના એસઓ દ્વારા વિકાસના કામોની યાદી તૈયાર કરાઇ હતી જેમાં એટીવાટીના દોઢ કરોડના આયોજનમાં તાલુકા ભાજપ સંગઠનના ત્રણ શખ્સોએ પોતાની લાગતી વળગતી તેમજ પોતાના વિસ્તારની પંચાયતમાંજ પંદર પદર લાખના કામો મુકી દેવાયા હતા તેમજ સોળ લાખના કામો બદલી પોતાના વિસ્તારમાં અલગ થી મંજુર કરાવી દેવાયા હતા
ત્યારે ઇપલોડા ગ્રામ પંચાયત વિસ્તારમાં એટીવિટી યોજના અંતર્ગત એક પણ વિકાસનુ કામ ન ફળવાતાં પંચાયતના સરપંચ સહીત ગામોના ૫૦ જેટલા આગેવાનો મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી પંચાયત વિસ્તારમાં વિકાસના કામ ફાળવા તેમજ મંજુર થયેલ કામોની તપાસ માટે માંગ કરાઇ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!