31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો મરણિયા બન્યા,જીલ્લા પોલીસતંત્રની ચુસ્ત નાકાબંધી
Advertisement
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય મુખ્ય માર્ગો અને અંતરિયાળ માર્ગ પરથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે રાઉન્ડ ધી ક્લોક સઘન પેટ્રોલિંગ અને નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ હાથધરી ત્રણ દિવસમાં લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સખ્ત કાર્યવાહી કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ત્રણ ગણા ભાવ મળતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂનું ધૂમ વેપલો થઈ રહ્યો છે 31 ડિસેમ્બરની ઉજવણીમાં વિદેશી દારૂની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવતો હોવાથી બુટલેગરો દિવાળી પર્વથી વિદેશી દારૂનો સ્ટોક કરતા હોય છે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં બુટલેગરો નિતનવા નુસખા અપનાવી વિવિધ નાના-મોટા વાહનો મારફતે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતા હોય છે અરવલ્લી SP શૈફાલી બારવાલે 24 બોર્ડર પોઈન્ટ પર પોલીસનો ખડકલો કરી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે
અરવલ્લી જીલ્લા પોલીસે 72 કલાકમાં લાખ્ખો રૂપિયાનો શરાબ જપ્ત કરી બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે જેમાં શામળાજી પોલીસે ત્રણ ટ્રકમાંથી વિવિધ માલસામાનની આડમાં સંતાડીને ઘૂસાડાતો 57 લાખનો વિદેશી દારૂ, ઈસરી પોલીસે ત્રણ મોપેડમાંથી 26 હજારના વિદેશી દારૂ સાથે અમદાવાદના ત્રણ બુટલેગરોને દબોચી લીધા છે ભિલોડા પોલીસે 96 હજારના વિદેશી દારૂ ભરેલી ઇકો કારનું પાયલોટીંગ કરતી અને ઇકો કાર સહિત બે બુટલેગરોને દબોચી લીધા હતા મોડાસા રૂરલ પોલીસે સાયરા ગામની સીમમાંથી કારમાં હેરાફેરી થતો 62
હજારનો દારૂ જપ્ત કરી એક બુટલેગર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી