અરવલ્લી જીલ્લામાં 1 હજાર જેટલા નકલી તબીબો બિંદાસ્ત લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ધીકતો ધંધો કરી રહ્યા છે
મુન્નાભાઈ MBBS શખ્સો આરોગ્ય તંત્ર, પોલીસતંત્ર અને કેટલાક લેભાગુ પત્રકારો માટે કમાઉ દીકરો બની રહ્યા હોવાની ચર્ચા
આરોગ્યતંત્રની ઘોર બેદરકારીના પગલે ઉંટવૈધોનો રાફડો ફાટ્યો,ખાનગી હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી પછી સીધા નકલી તબીબAdvertisement
અરવલ્લી જિલ્લામાં ઝોલા છાપ ડોકટરોનો રાફડો ફાટ્યો છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બની બેઠેલા નકલી તબીબો બિંદાસ્ત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ SOG પોલીસે મોડાસા તાલુકાના નાની ચીચણો ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પેટી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા રોહીત દીપસિંહ ચૌહાણ નામના બોગસ ડોક્ટરની અટકયાત કરી દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એસઓજી PI ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતા નાની ચીચણો ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રોહીત દીપસિંહ ચૌહાણ (રહે,મહાદેવપુરા-ધનસુરા)નામનો શખ્સ એક ઘર ભાડે રાખી ઘરમાં દવાખાનું ઉભું કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ઇન્જેક્શન સહિત બાટલાઓ ચઢાવી લોકોને તબીબ હોવાનું જણાવી પેટીમાં દવાઓનો જથ્થો રાખી ઘરે ઘરે સારવાર કરતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ તાબડતોડ નાની ચીચણો ગામમાં ત્રાટકી બોગસ તબીબને દબોચી લેતા મુન્નાભાઈ એમબીબીએસના મોતિયા મરી ગયા હતા ગામલોકો જેને ડોક્ટર સમજતા હતા એવા નકલી તબીબની પોલીસે ધરપકડ કરતા ચોંકી ઉઠ્યા હતા
જીલ્લા એસઓજી પોલીસે નકલી તબીબે ભાડાના ઘરમાં ઉભા કરેલ દવાખાનામાંથી દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો મળી કુલ.રૂ.3665/-નો મુદ્દામાલ જપ્ત કરી નકલી તબીબ રોહીત દીપસિંહ ચૌહાણ (રહે,મહાદેવપુરા-ધનસુરા) સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ-319 (2) તથા ધ ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ-30 મુજબ ગુન્હો નોંધાવી આગળની તપાસ મોડાસા રૂરલ પોલીસને સુપ્રત કરી હતી