24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

અમેરિકા : વ્હાઈટ હાઉસમાં AIની જવાબદારી ‘શ્રીરામ’ને, અમેરિકામાં ભારતીયોનો દબદબો, ટ્રમ્પનો નિર્ણય


અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુ એક મોટું એલાન કરતાં જણાવ્યું કે ભારતીય મૂળના અમેરિકના આંત્રપ્રિન્યોર અને લેખક શ્રીરામ કૃષ્ણન આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મોટી જવાબદારી સોંપાઈ રહી છે. તે અમેરિકન નેતૃત્વમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

Advertisement

અનેક મોટી કંપનીઓમાં ભજવી ચૂક્યા છે મોટી ભૂમિકા
શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસમાં સિનિયર પોલિસી એડવાઈઝર તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. એ પહેલા શ્રીરામ કૃષ્ણન અનેક મોટી કંપનીઓમાં મહત્ત્વના પદે રહી ચૂક્યા છે જેમાં Microsoft, Twitter, Yahoo!, Facebook અને Snap વગેરેના નામ સામેલ છે. ટ્રમ્પે કહ્યું કે તે David Sacks સાથે કામ કરે જે વ્હાઈટ હાઉસ એઆઈ એન્ડ ક્રિપ્ટો સીઝર હશે.

Advertisement

અમેરિકન લીડરશિપ પર ધ્યાન આપવું પડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે શ્રીરામ કૃષ્ણનને આ જવાબદારીની સાથે અમેરિકન નેતૃત્વ પર સતત ધ્યાન રાખવું પડશે. સાથે જ એઆઈ પોલિસી બનાવવા અને તેને લાગુ કરવામાં મદદ કરવાની રહેશે. શ્રીરામે માઈક્રોસોફ્ટમાં તેમની કારકિર્દી વિન્ડોઝ એઝરના સંસ્થાપક સભ્ય તરીકે શરૂ કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!