ગુજરાતમાં રોડના કામકાજને લઇને અનેક સમાચારો આવતા હોય છે ક્યાં રોડ તૂટી જવો, તો ક્યાંક કામગીરીમાં નબળી હોવી. આવું ગુજરાતમાં રોજે-રોજ જોવા મળે છે, તે વાત સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિ એટલા માટે સર્જાતી હોય છે કે, ભણેલા-ગણેલા અધિકારીઓ જોયા વિના જ બિલ પાસ કરી દેતા હોય છે. આવું જ કંઈક બુદ્ધિનું પ્રદર્શન મોડાસા નગર પાલિકાએ કર્યું છે. મોડાસાના વિવિધ વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જ્યાં પાલિકાના ભણેલા-ગણેલા કોન્ટ્રાક્ટરને જરાય ખ્યાલ નથી આવતો કે, રસ્તામાં વીજ પોલ આવતો હોય, તો, તેને હટાવવો પડે.
રોડ ઉપર વીજ પોલ જોવા મળતા, અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરતા હશે કે નહીં તે સવાલ
રોડ બની ગયા પછી, કોઈ હટાવવા માટે કહેશે તો રોડ પણ તૂટશે અને…..
નવીન બની રહેલા રોડ ઉપર વીજ પોલ હટશે કે નહીં ?Advertisement
મોડાસાના પારસ સોસાયટી થી ડીપ વિસ્તાર સુધી હાલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જ્યાં વેઠ ઉતારવામાં આવે છે. વેઠ એટલા માટે કે, રોડ વચ્ચે વીજ પોલ આવે છે, પણ તેને હટાવવાની તસ્દી ન તો પાલિકાના કોન્ટ્રાક્ટર લે છે, ન કે અધિકારીઓ તેનું ધ્યાન આપે છે. પાલિકાના કોન્ટ્રાક્ટર માત્ર કામ પર ધ્યાન આપે છે નહીં કે, સારી કામગીરી પર. આવી સ્થિતિ મોડાસામાં અલગ-અલગ જગ્યાએ જોવા મળતી હોય છે. પણ અધિકારીઓ પછી, બિલ પણ પાસ કરી દેતા હોય છે.
પાર સોસાયટી નજીક રોડ ઉપર વીજ પોલ આવે છે, તે કોઈ શ્રમિક, કોન્ટ્રાક્ટર કે એન્જિનિયરને દેખાતો નહીં હોય ? ચલો આ લોકોને ન દેખાતો હોય, પણ પાલિકાના એન્જિનિયર પણ બુદ્ધિનું પ્રદર્શન કેમ કરે છે તે સવાલ છે.