28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

Pakistan Air Strike on Afghanistan મોડી રાતે કર્યા હવાઈ હુમલા, બરાબર અકળાયું અફઘાનિસ્તાન, 15ના મોત


પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં મોડી રાતે અચાનક હવાઈ હુમલા કરી દેતાં ફરી ટેન્શન વધી ગયું છે. આ હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

Advertisement

સાત ગામને નિશાન બનાવાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક પ્રેસના અહેવાલ મુજબ 24 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની હવાઈ હુમલામાં લમાન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો છે કે આ હવાઈ હુમલા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતા. અહેવાલો દર્શાવે છે કે બરમાલનું મુર્ગ બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે, હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

Advertisement

પાકિસ્તાની હવાઈ હુમલાથી તાલિબાન સ્તબ્ધ
મીડિયાના અહેવાલ અનુસાર આ હવાઈ હુમલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની પુષ્ટિ કરવા અને હુમલાની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસની જરૂર છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પક્તિકાના બર્મલ પર હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. મંત્રાલયે કહ્યું કે તેમની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો તેમનો કાયદેસરનો અધિકાર છે અને અમે આ હુમલાની ટીકા કરીએ છીએ.

Advertisement

પાકિસ્તાને મૌન જાળવી રાખ્યું
પાકિસ્તાની અધિકારીઓએ સત્તાવાર રીતે હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી, પરંતુ સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચવ્યું હતું કે આ હવાઈ હુમલા સરહદ નજીક તાલિબાન સ્થાનોને ટારગેટ પર રાખીને કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ હવાઈ હુમલો થયો છે. પાકિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની દળો પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!