અરવલ્લી જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં લાઈવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ નગર પાલિકામાં સિવિક સેન્ટર ના ઉદ્ધાટન કર્યા હતા… મોડાસાના મહાલક્ષ્મી ટાઉન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.. ત્યારબાદ મોડાસા ના બજાર વિસ્તારમાં આવેલી જુની નગર પાલિકા ખાતે, સિટી સિવિક સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. નવિન સિટી સિવિક સેન્ટરમાં મિલકતવેરો, વ્યવસાયિકવેરો, જન્મ મરણના પ્રમાણપત્ર. ગુમાસ્તાધારા નોંધણી, આર.ટી.આઈ. સ્વિકૃતિ સહિતની અલગ અલગ સેવાઓ આપવામાં આવનાર છે.
આ પહેલા શહેરીજનોને વિવિધ સેવાઓ માટે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નગર પાલિકા ખાતે જવું પડતું હતું, જોકે હવે, સિવિક સેન્ટર શરૂ થતાં, બજાર તેમજ આસપાસના વિસ્તારના લોકોને દૂર સુધી જવું નહીં પડે, અને નજીકમાં જ વિવિધ સેવાઓનો લાભ મળી શકશે… આ કાર્યક્રમમાં મોડાસા નગર પાલિકા પ્રમુખ નીરજ શેઠ, ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી, મહેશ્વરી રાઠોડ, પાલિકા ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, તેમજ મોડાસા નગર પાલિકાના કોર્પોરેટર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..