24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

IND vs AUS : મેચમાં કોહલી જ નહીં રોહિતે પણ પિત્તો ગુમાવ્યો, ઑસ્ટ્રેલિયન બેટરને ખખડાવ્યો


બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પહેલા જ દિવસે બંને દેશોના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેદાન પર જ ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેનને ખખડાવ્યો હતો. ઑસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન રન લેતી વખતે પીચ પર દોડવા લાગ્યો, જેના કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પિત્તો ગુમાવી દીધો હતો. આ પહેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન સાથે ખભો અથડાવી દીધો હતો. આ ગેરવર્તૂણક બદલ કોહલીને તેની મેચ ફીના 20 ટકા પેનલ્ટી ફટકારવામાં આવી છે.

Advertisement

ઑસ્ટ્રેલિયન બેટરને ખખડાવ્યો
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા માર્નસ લાબુશેનને ખખડાવી રહ્યો છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે આ નિર્ણાયક ટેસ્ટ મેચમાં ઘણું બધું દાવ પર લાગેલું છે. આવી સ્થિતિમાં ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની ભાવનાઓ છતી થઈ રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે રોહિત શર્માએ માર્નસ લાબુશેન અને સેમ કોન્સ્ટસના પીચના ડેન્જર એરિયામાં વારંવાર દોડવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી.

Advertisement

મેદાન પર જ લગાવી ક્લાસ
રોહિત શર્માએ પોતાનો ગુસ્સો એટલા માટે વ્યક્ત કર્યો કારણ કે જો માર્નસ લાબુશેન વારંવાર ડેન્જર એરિયામાં દોડે તો પીચ ખરાબ થઈ જાત. આવી સ્થિતિમાં જ્યારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પાછળથી બેટિંગ કરવા માટે આવે ત્યારે તેમને ખરાબ પિચના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રોહિત શર્માની માર્નસ લાબુશેન સાથેની આ અથડામણે ચાહકો અને કોમેન્ટેટર્સનું ધ્યાન ખેંચ્યું હતું. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને કોમેન્ટેટર ઈરફાન પઠાણે પરિસ્થિતિને સમજાવતા કહ્યું, ‘રોહિત શર્મા કહી રહ્યો છે કે જ્યારે તમે રન લેવા માટે દોડી રહ્યા છો, ત્યારે તમે પીચમાં દોડી રહ્યા છો.’

Advertisement

સુનીલ ગાવસ્કરે આપ્યું નિવેદન
ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ ઈરફાન પઠાણની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે, ‘સેમ કોન્સ્ટસ પણ. તમે સેમ કોન્સ્ટસને જોયો તે તો સીધો જ પીચ પર દોડતો હતો અને કોઈએ તેને કંઈ કહ્યું પણ નહીં. સુનીલ ગાવસ્કરે અમ્પાયરોને ફટકારતા કહ્યું કે, ‘અને અમ્પાયરો માત્ર ત્યાં જોઈ રહ્યા છે. રોહિત શર્મા અને માર્નસ લાબુશેન વચ્ચે વાતચીત ચાલી રહી છે તો અમ્પાયરો માત્ર જોઈ રહ્યા છે. સ્લિપ કોર્ડનમાં ફિલ્ડિંગ કરી રહેલો વિરાટ કોહલી પણ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરતો દેખાયો હતો. ત્યારબાદ માર્નસ લાબુશેન રોહિત શર્મા સાથે સહમત જણાયો અને તેની તેની વાત માનીને માથું હલાવ્યું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!